
માનસ અપરાધની પાંચમા દિવસની કથામાં પ્રવેશ કરતાં પૂજ્ય બાપુએ કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યાં. કારણ કે શ્રોતા ભાઈ બહેનોની ફરિયાદ હતી કે, અમે આટલાં પ્રશ્નો પુછીએ છીએ, પણ આપ બે ત્રણનાં જ ઉત્તર આપો છો, કે બાપુએ કહ્યું કે કથા જવાબ નથી આપતી, જાગૃત કરે છે! જવાબ તો બુદ્ધિમાન તર્ક વિતર્ક કરીને કોઈ પણ આપી શકે, જાગૃત કરવાનું કામ કઠિન છે.
પહેલો પ્રશ્ન વૃંદાવન બાકી બિહારીને ત્યાં પડદો પડે છે પછી હટે છે, એવી રીતે અમે વ્યાસપીઠની સામે બેઠા છીએ, તો વ્યાસપીઠ ક્યારેક ઓર પ્રગટ થઈ જાય છે, અને ક્યારેક પોતાને પડદામાં છુપાવી લે છે, આ બધું શું છે? એ બધું છે, અને કંઈ નથી! જમીલ હાપુડીનો એક શેર કહી એનો જવાબ આપ્યો.
મેરી આંખો ને દેખા હૈ, સુના હૈ મેરે કાનો ને,
ગૈરત યે કહેતી હૈ કી, કિસી કા રાજ ક્યુ ખોલું!
બીજો પ્રશ્ન, ઘણાં સંતોના મેં સાંભળીએ છીએ અમારી ભક્તિ ભાવના પ્રગટ થાય છે, પરંતુ સનાતનતા તકતી નથી, એ ટકી રહે એના માટે શું કરવું? આપણી એકાગ્રતા શ્રદ્ધા, વિશ્વાસ, જ્ઞાન એ બુદ્ધિ અખંડ નથી રહેતા, એટલે સનાતનતા ટકતી નથી, પરંતુ સત્સંગ કરે રાખવો, એનાથી જાગૃતિ આવશે. માનસનું એક પાત્ર છે, કુંભ કર્ણ જ્યારે એને જગાડવામાં આવ્યો! ગણિત ઘટનાઓ ઘટી ચૂકી હતી. યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું, એટલે રાવણે કુંભકર્ણને જગાડીને પ્રાથમિક અહેવાલ આપ્યો, ત્યારે કુંભકર્ણ એ ણે ખૂબ જ ધમકાવ્યો કે, જગદંબા જાનકીનું અપહરણ કરીને એ શઠ તું કલ્યાણ ઈચ્છે ? આ તે શું કર્યું?: જાગેલા કુંભકરણની આ વાતોથી આપણને એ જ્ઞાની અને વિશ્વાસુ લાગે. પરંતુ થોડી જ મિનિટો પછી રાવણે એને માંસાહાર કરાવ્યો, શરાબ પીવડાવ્યો, અને પછી એનું દિમાગ બદલી જાય છે. ભયંકર રૂપમાં તમોગુણ ગ્રસ્ત બનીને યુદ્ધ માટે પ્રવૃત્ત થાય છે. ક્યાં ગયું એનું જ્ઞાન, આપણી માનસિકતા પણ આવી જ છે, ભક્તિ જાગે છે, પરંતુ ટકતી નથી, વિવેક વિશ્વાસ જાગે પણ પછી તૂટી જાય.
રાવણને પણ ભાન થઈ ગયું હતું જ્યારે સુરપણખા પાસેથી સાંભળ્યું કે ખર્ચ દુષણ અને 14000 રાક્ષસોને એ તપસ્વી રામે નિર્માણ આપ્યું રાવણ વિચારવા લાગ્યો કે ખદૂષણ મારા સમાન જ બળવાન છે, તો શું ભગવાને અવતાર લીધો છે? હું ભજન તો નહીં કરી શકું. હું વેર કરું અને આ ઉપાય એને દેખાયો! તુલસી લખે છે રાવણ જાનકીનું અપહરણ કરવા માટે, પંચવટીની કુટીયાની બહારથી જાનકીને મનોમન પ્રણામ કરે છે, એનો મતલબ એ છે કે, જાનકી જગદંબા છે, એ વિચારીને પ્રણામ કરે છે! પરંતુ બીજી ક્ષણે વેરનો વિચાર બળવાન બને છે, એ ક્રોધીત થાય છે, અને જાનકી નું અપહરણ કરે છે. આપણા સૌની ચિત્ત વૃત્તિ પળેપળ બદલે છે. સાંભળતા રહીએ સંત મહાત્માઓને, અથવા સત્સંગનો અર્થ વ્યાપક રીતે કરીએ તો, જેનાથી આપણી જાગૃતિ વધે, આપણો આત્મા પવિત્ર થાય એ જ સત્સંગ છે, નિરંતર સત્સંગ કરો.
માનસ અપરાધની ત્રણ વાત છે, પહેલાં શારિરીક રીતે થતાં અપરાધ જેની પર વાત કરી રહ્યાં છીએ. બીજું માનસ એટલે કે મન, હ્રદય ભગવાન શંકરે રામચરિત માનસની રચના કરીને પોતાના માનસમાં રાખી. માનસ અપરાધનો બીજો અર્થ માનસિક રીતે થતાં અપરાધ, અને ત્રીજો અર્થ છે માનુષ એટલે કે મનુષ્ય. આપણે મનુષ્ય છીએ, તો અમુક અપરાધ જાણે-અજાણે થઈ જાય છે, અને એનું સમાધાન કઈ રીતે થઈ શકે એ રામચરિત માનસના માધ્યમથી જોઈએ.
અપરાધ કરવાના અન્ય છ કેન્દ્રો મારી વ્યાસપીઠને મળ્યા છે, એની હું ચર્ચા કરું. પહેલો અપરાધ આપણી કોઈ પૂજા કરે સેવા કરે આપણને આદર આપે અને આપણે એનો ખોટો અર્થ લઈએ તો એ અપરાધ છે કોઈ સરહદયતાથી સન્માન કરી રહ્યા હોય એનો ખોટો અર્થ કાઢવો અને માણસની રીતે સતી અને કુંભજ એ એનું ઉદાહરણ છે.
બીજો અપરાધ સતીને જો કથામાં રસ નહોતો તથાથી સુખ નહીં મળે, એવી કોઈ ગ્રંથી હતી, તો પહેલેથી એણે એનો ઇન્કાર કરવો, અથવા તો હું નહીં આવું એમ કહેવું જોઈતું હતું. કથામાં રસ ન લઈ શક્યાં, અને સમજદારની આલોચના કરવી એ અક્ષમ્ય અપરાધ છે. શંકર કથાનો આનંદ લઈ શક્યાં, સુની મહેશ પરમ સુખમાની!
સતી નો ત્રીજો અપરાધ, પરમાત્મા રામજી માટે તર્ક વીતર્ક કર્યા, જ્યારે રામ લક્ષ્મણ સીતાની શોધ કરવા દંડક વનમાં નીકળ્યા, ત્યારે શિવજીએ જય સચ્ચિદાનંદ કહી, અને દૂરથી પ્રણામ કર્યા, પરંતુ સતી તેને ઈશ્વર તરીકે સ્વીકારી શકી નહીં, અને કેવળ બૌદ્ધિક ઘમંડથી તર્ક વીતર કરવું એ અપરાધ છે.
ચોથો અપરાધ પતિના વચન પર અવિશ્વાસ કરો, મહાદેવ એ કહ્યું કે દેવી આ બ્રહ્મ છે પછી માની લેવું જોઈતું હતું આશ્રિતને વિશ્વાસ સિવાય બીજું કોઈ મજબૂત સાધન નથી હોતું, ધનવાન નાં કેન્દ્રમાં ધન છે, બુદ્ધિમાનના કેન્દ્રમાં બુદ્ધિ હોય છે. બળવાનનાં જીવનનું કેન્દ્રબિંદુ બળ હોય છે, ભોગીઓનું કેન્દ્ર બિંદુ ભોગ હોય, એવી રીતે આશ્રિતનું કેન્દ્રબિંદુ કેવલ વિશ્વાસ છે. જગતગુરુ શંકર કહે છે, ગુરુવેદાન્તવાક્યાદિષુ વિશ્વાસઃ શ્રદ્ધા, આપણા ગુરુ અને વેદાંતના વાક્યોમાં દ્રઢ ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ જો ન હોય તો એ અપરાધ છે.
છઠ્ઠો અપરાધ પોતાના પતિનો વચન ન માની અને વેશપલટો કરીને ભગવાનની પરીક્ષા કરી અને મહાદેવ સામે ખોટું બોલ્યા.
પતિએ ત્યાગ કર્યો સતિ બોલી નથી શકતી કેમ કે નીચે અપરાધ છે અપરાધના બે પ્રકાર પહેલો પર અપરાધ, અને બીજો ની જ અપરાધ. એટલે જેમાં બીજા નું નુકસાન થતું હોય, જ્યારે નીજ અપરાધ એટલે એમાં પોતાનું જ નુકસાન થાય.
ગુરુ પાંચ પ્રકારનાં હોય છે, યોગગુરૂ ધ્યાન ગુરુ તંત્ર ગુરુ બ્રહ્મનિષ્ઠ ગુરુ પ્રેમ ગુરુ. ચેલાં પણ પાંચ પ્રકારના હોય છે, સેવક શિષ્ય, જે કેવળ સેવા કરવામાં જ માને એને જ્ઞાન નથી જોઈતું, કે ભજન નથી જોઈતું. બીજો સાધક શિષ્ય જે ગુરુના માર્ગદર્શનમાં સાધના કરે ,ત્રીજો ભાવ શિષ્ય જે ગુરુને જોવે અને રોવે. ચોથો પરિપૂર્ણ રૂપમાં સમર્પિત શિષ્ય, ન મન મારું, ન બુદ્ધિ મારી, ન ચિત્ત મારું, ન અહંકાર મારો, એણે બધું જ ગુરુનાં શીતલ યજ્ઞમાં આહુત કરી દીધું છે અને પાંચમો કપટી શિષ્ય.
સતી એ કરેલા છ અપરાધ હિમાલયના મનમાં ક્યાંથી આવ્યાં? પાર્વતી ને જ્યારે વિદાય આપે છે ત્યારે કહે છે, નાથ ઉમા મમ પ્રાન સમ ગૃહકીંકરી કરેહું. વીતી ગયેલી વાતને ભૂલી જજો એના બધાં અપરાધ માફ કરી દેજો! એટલે માનસ અપરાધ ડરવા માટે નહીં પણ આપણને જાગૃત કરવા માટે છે.
કથાનાં ક્રમમાં તીર્થરાજ પ્રયાગમાં કલ્પવાસ માટે એકઠા થયેલા ઋષિમુનિઓ કુંભ સ્નાન કરે છે અને આવા જ એક કુંભમેળામાં યાજ્ઞવલ્ક ભારદ્વાજ ઋષિના આશ્રમમાં રોકાઈને રામકથા વિશે જિજ્ઞાસા કરે છે. ભારદ્વાજ ઋષિ એને કહે છે કે રામકથા પહેલા શિવકથા સાંભળવી પડે અને આપણે એ આવતીકાલે કરીશું! આમ કહી માનસ અપરાધની પાંચમા દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન- ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


