દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને ખાસ ગિફ્ટ, ખેડૂતોને રૂ. 500 કરોડ વ્યાજ મુક્ત લોન

0
26
મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ખેડૂતો, સરકારી કર્મચારીઓ અને એસટી નિગમનાં કર્મચારીઓને દિવાળી પહેલાં ખાસ ગિફ્ટ આપવાની જાહેરાત કરી દીધી છે
મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ખેડૂતો, સરકારી કર્મચારીઓ અને એસટી નિગમનાં કર્મચારીઓને દિવાળી પહેલાં ખાસ ગિફ્ટ આપવાની જાહેરાત કરી દીધી છે

ગાંધીનગર: મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ખેડૂતો, સરકારી કર્મચારીઓ અને એસટી નિગમનાં કર્મચારીઓને દિવાળી પહેલાં ખાસ  ગિફ્ટ આપવાની જાહેરાત કરી દીધી છે. તેમનાં તમામ પડતર પ્રશ્નોનાં નિકાલ કર્યા છે સાથે સાથે જ ખેડૂતોને વ્યાજ મુક્ત લોન આપવા માટે પણ 500 કરોડ રૂપિયાનાં રિવોલવિંગ ફંડની મંજૂરી આપી દીધી છે. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ખેડૂતો, સરકારી કર્મચારીઓ અને એસટી નિગમનાં કર્મચારીઓને દિવાળી પહેલાં ખાસ  ગિફ્ટ આપવાની જાહેરાત કરી દીધી છે. તેમનાં તમામ પડતર પ્રશ્નોનાં નિકાલ કર્યા છે સાથે સાથે જ ખેડૂતોને વ્યાજ મુક્ત લોન આપવા માટે પણ 500 કરોડ રૂપિયાનાં રિવોલવિંગ ફંડની મંજૂરી આપી દીધી છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વ્યાજ મુક્ત લોન આપવા માટે 500 કરોડ રૂપિયાનાં રિવોલવીંગ ફંડને મંજૂરી આપવામાં આવી છે. જેના પરિણામે ખેડૂતોને ખૂબ મોટી રાહત મળી રહેવાનો રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો સાથે જ જામનગર,રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદના પગલે જે 546 કરોડના પકેજની જાહેરાત કરાઈ છે તેનો ફાયદો આ જિલ્લાના 22 તાલુકાના 662 ગામના 2.82 લાખ ખેડૂતોને થશે. તે ઉપરાંત અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, પંચમહાલ અને ભરૂચ જિલ્લાનાં ખેડૂતોનાં નુકશાનનો સર્વે કરવામાં આવશે.

ST નિગમના કર્મચારી યુનિયન સાથે બેઠક કરી તમામ પડતર પ્રશ્નોનો નિકાલ કર્યો-
રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારે એસટી નિગમના કર્મચારીઓની દિવાળી પહેલા દિવાળી કરી દીધી છે. રાજ્યના એસટી નિગમના કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે પોતાની પડતર માંગણીઓના નિરાકરણ મામલે હડતાળની ચીમકી આપી હતી જે બાદ રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમનાં કર્મચારી ઓનાં સાતમાં પગારપંચનો લાભ,એરિયર્સનો હપ્તો, ફિક્સ કામદારોનો પગાર વધારો સહિતના પડતર પ્રશ્નોનો ચુકવણી ઉકેલ ન આવતાં એસટી કર્મચારી મંડળોએ બુધવારની મધરાતથી એસટીના પૈડા થંભી થશે જશે અને કર્મચારીઓ માસ સીએલ પર જવાની ચિમકી આપી હતી. જે તમામ મુદ્દે સીએમ દ્વારા કર્મચારી યુનિયન સાથે બેઠક થઇ હતી. અને તેમાં આ તમામ 20 પડતર પ્રશ્નો ઉકેલવામાં આવ્યાં હતાં.
એસટી કર્મચારીઓને પણ દિવાળી પહેલાં દિવાળીકર્મચારી સંકલન સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ પાંચ ટકા ડીએ આપવામાં આવશે,  બે વર્ષનું બોનસ 1 નવેમ્બર સુધીમાં ચુકવી દેવાશે. ડ્રાઇવરનો ગ્રેડ પે 1800 થી વધારીને 1900 રૂપિયા કરાશે,જ્યારે કંડક્ટરનો ગ્રેડ પે 1650 થી વધારીને  1800 રૂપિયા કરાશે. ગ્રેડ પેનો અમલ પણ 1 નવેમ્બરથી લાગુ કરાશે. સાતમાં પગાર પંચનો ત્રીજો હપ્તો ચુકવી દેવાશે, ફિકસ પગારના કર્મચારીઓનું ફરજ દરમિયાન અવસાન થશે તો તેમના પરિવારને ચાર લાખની સહાય ચુકવાશે.એસટીની હડતાલને પગલે કર્મચારી મંડળના પ્રતિનિધી મંડળને વાટાધાટો કરવા સરકારે આમંત્રણ આપ્યુ હતું. સચિવાલયમાં બુધવારની સાંજે છ વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી બેઠકોનો દોર જામ્યો હતો. એકાદ વખત તો મંત્રણા ભાંગી પડી હતી. આખરે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી જેના પગલે એસટી કર્મચારી મંડળે હડતાલ મોકુફ રાખવા તૈયારી દર્શાવી હતી.