રાજ્યમાં 7 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોધાયું બે દિવસ રહેશે ઠંડીનું જોર

0
28
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે આગામી બે દિવસ કૉલ્ડવેવની સ્થિતિ રહેશે.અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે આગામી બે દિવસ કૉલ્ડવેવની સ્થિતિ રહેશે.અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.

અમદાવાદ : રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાં ઘટાડો થવાની સાથે જ શિયાળો ફરી પૂરજોશમાં છે. રાજ્યમાં વર્તમાન સિઝનમાં નલિયા 4 ડિગ્રીના નીચા તાપમાન સાથે ઠંડુગાર બન્યું છે. જ્યારે અમદાવાદમાં ગઈકાલે લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. દરમિયાનમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ માટે આ વિસ્તારોમાં કોલ્ડવેવની (Cold Wave Forecast) આગાહી કરવામાં આવી છે.કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની અસર રહેશે. કચ્છમાં વહેલી સવારે અને સાંજે રસ્તા અને હાઇવે સુમસામન બજારો થઈ જાય છે. ઠંડીના કારણે જિલ્લાના મુખ્ય શહેર ભુજની બજારો સુમસા થઈ જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે આગામી બે દિવસ કૉલ્ડવેવની સ્થિતિ રહેશે.અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી હતું જ્યારે સરેરાશ લઘુત્તમ તાપમાન 17.1 ડિગ્રી હતું જે સરેરાશ કરતા 3.8 ડિગ્રી વધુ હતું. આગામી બે દિવસ અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધુ તેવી શક્યતાઓ ઓછી છેરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભૂજમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી, નલિયા 4 ડિગ્રી,કંડલા બંદર 11 ડિગ્રી, કંડલા એપી 9 ડિગ્રી, અમરેલી 12 ડિગ્રી,. ભાવનગર 12 ડિગ્રી, રાજકોટ 10 ડિગ્રી, કેશોદ 8 ડિગ્રી,અમદાવાદ 10 ડિગ્રી, ડિસા 9 ડિગ્રી, ગાંધીનગર 8 ડિગ્રી, બરોડા 11 ડિગ્રી, સુરત 13 ડિગ્રી રહ્યું હતું.