
પેલેડિયમ અમદાવાદે પોતાના પ્રાંગણને પેરિસ જેવા લૂકમાં બદલ્યું અને ફેશન શો યોજી ને સુંદર અને ગ્લેમરસ ઈવનિંગ – પેરિસિયન સોયારે. ફેશન, મજા અને યાદગાર પળોથી ભરેલી આ શામ મોલ ની ચાલતી હોલિડેલેન્ડ કેમ્પેઈનનો ભાગ હતી, જેમાં નવીનતમ સ્પ્રિંગ-સમર કલેક્શનની ખાસ રીતે રજૂઆત કરવામાં આવી.પેલેડિયમ મોલ ના કોકોકાર્ટની બાજુમાં ગ્રાઉન્ડ ફ્લોર ઝોનને પેરિસના રોમાન્સથી ભરપૂર બનાવવામાં આવ્યું હતું. મુલાકાતીઓનું સ્વાગત મજેદાર ક્વિઝ અને ગિફ્ટ્સ સાથે કરવામાં આવ્યું, અને સાંજનો મુખ્ય આકર્ષણ રહ્યો એક શાનદાર ફેશન શો અને સાથે કિડ્સ ફેશન શો યોજાયો હતો.આ કોઈ સામાન્ય રેમ્પ વોક નહોતો – આ શોએ પેરિસનો જાદુ જેવી વાતાવરણ ઊભું કર્યું અને સીઝનના નવા લુક્સ ખૂબજ આકર્ષક અંદાજમાં રજૂ કર્યા. મોડેલ્સે ઉત્સાહ અને સ્ટાઈલ સાથે રેમ્પ પર વોક કર્યું, અને તેઓએ પહેરેલા ડ્રેસીસે લોકોનું ધ્યાન ખેંચી લીધું. આ લૂક્સ નીચેના ટોપ બ્રાન્ડ્સમાંથી પસંદ કરવામાં આવ્યા હતા: લાઇફસ્ટાઇલ, માર્ક્સ એન્ડ સ્પેન્સર્સ, એડિડાસ કિડ્સ, યુએસપીએ કિડ્સ, ડીઝલ, ઇએ7, રીતુ કુમાર, સ્ટીવ મડામ, સનગ્લાસ હટ, ધ કલેક્ટિવ, અલ્ડો, બોનકર્સ કોર્નર્સ, સીએઆઈ, સેલીઓ, ડામિલાનો, ફોરએવર ન્યુ, ઇન્ક 5, જેક એન્ડ જોન્સ, જેડ બ્લુ મેંગો, ઓન્લી, આર એન્ડ બી, સિમોન કાર્ટર, ધ સોલ્ડ સ્ટોર, વેન હ્યુસેન, વેરોમોડા, બ્લેકબેરી અને એએન્ડડી.દરેક લુકમાં નવી સીઝનની તાજગી, રંગીનતાનો અહેસાસ અને મોજભર્યો મુડ દેખાયો. આ અનોખી રજૂઆત જોઈને હાજર લોકો ખુશ થઈ ગયા – બધાએ કેમેરા અને ફોનમાં આ પળો કેદ કરી. પરિવારજનો, ઈન્ફ્લુએન્સર્સ અને ફેશન પ્રેમીઓ માટે આ એક યાદગાર અનુભવ રહ્યો.પેલેડિયમ અમદાવાદના પ્રતિનિધિએ કહ્યું, “આ ફેશન શો માત્ર ફેશન સુધી સીમિત નહોતો, પણ એક અનુભવ હતો. આ અમારી તરફથી એક નવી પહેલ હતી અને લોકોને તે કેટલી ગમી તે જોઈને અમને ખૂબ ખુશી થઈ છે. પેરિસ થીમ, શાનદાર સ્ટાઈલ અને સ્પ્રિંગ-સમર કલેક્શન્સની જોરદાર રજૂઆતથી આખી સાંજ ખૂબ યાદગાર બની ગઈ. હોલિડેલેન્ડ કેમ્પેઈન દ્વારા અમે ફેમિલી માટે ખુશી અને ઉત્સાહથી ભરેલા પ્રસંગો ઉભા કરવા માંગીએ છીએ – અને આ ફેશન શો એ તરફનો મોટો પગથિયો હતો.”આ ઇવેન્ટ અંતે વધુ એક મજેદાર ક્વિઝ અને ઇનામો સાથે પૂરો થયો, અને એક સ્ટાઈલિશ, ફેશનેબલ અને રોમાંચક સાંજનું સુંદર સમાપન થયું.