મુંબઈ : ચોમાસાની સારી પ્રગતિ સાથે કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકની સીઝનની સારી શરૂઆતે લોકલ ફંડોએ ફરી શેરોમાં ખરીદી કરતાં રહીને સેન્સેક્સ, નિફટીને ગત સપ્તાહમાં નવી વિક્રમી ઊંચાઈએ લાવી દીધા છે. કોરોના સંક્રમણની ત્રીજી લહેર પૂર્વે તકેદારીના પગલાંને કારણે સંક્રમણની ઓછી શકયતાના અંદાજોએ આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિમાં થઈ રહેલા વધારા સાથે ફંડોએ કંપનીઓની કામગીરી આગામી દિવસોમાં સુધરવાના અંદાજોએ શેરોમાં ખરીદી ચાલુ રાખી છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ઘટી આવ્યા હોઈ અને આગામી દિવસોમાં રાજયોમાં ચૂંટણીઓની તૈયારી વચ્ચે પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડાના સંજોગોમાં બજારમાં પોઝિટીવ અસર જોવાઈ શકે છે.આ સાથે સંસદના ચોમાસું સત્રની આગામી સપ્તાહમાં ૧૯,જુલાઈથી થનારી શરૂઆત અને આ સત્રમાં રજૂ થનારા વિવિધ આર્થિક સુધારાના બિલોને લઈ બજાર પર પોઝિટીવ અસર પડવાની શકયતાએ ફંડોની ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીની દોટ આગળ વધતી જોવાઈ શકે છે. એચસીએલ ટેક., એચડીએફસી લાઈફ, બજાજ ફાઈ., બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, હિન્દુસ્તાન યુનિલિવરના રિઝલ્ટ પર નજરકોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોમાં પાછલા સપ્તાહમાં ઈન્ફોસીસના પરિણામોના અંદાજો અને વિપ્રોના સારા પરિણામે આઈટી શેરોની આગેવાનીએ બજારે નવા વિક્રમો સર્જયા બાદ આજે એચડીએફસી બેંકના રિઝલ્ટ જાહેર થયા બાદ હવે આગામી સપ્તાહમાં જાહેર થનારા પ્રમુખ કંપનીઓના પરિણામો પર નજર રહેશે. જેમાં ૧૯,જુલાઈ ૨૦૨૧ના રોજ એચસીએલ ટેકનોલોજી, એસીસી, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, ૨૦,જુલાઈ ૨૦૨૧ના બજાજ ફાઈનાન્સ, એશીયન પેઈન્ટસ તેમ જ ૨૧,જુલાઈના બજાજ ફિનસર્વ, ૨૨,જુલાઈના હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ તેમ જ ૨૩, જુલાઈ ૨૦૨૧ના અંબુજા સિમેન્ટ અને જેએસડબલ્યુ સ્ટીલના જાહેર થનારા રિઝલ્ટ પર નજર રહેશે. કોર્પોરેટ ક્ષેત્રે રિલાયન્સ દ્વારા જસ્ટ ડાયલને હસ્તગત કરવાના પોઝિટીવ સમાચાર સાથે આર્થિક મોરચે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાના મેન્યુફેકચરીંગ પીએમઆઈના જાહેર થનારા આંક અને જાપાનના જૂન મહિના માટેના ફુગાવાના જાહેર થનારા આંક પર નજર રહેશે. આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ૫૨૪૪૪ની ટેકાની સપાટીએ ૫૩૭૧૧ કુદાવતાં ૫૪૨૨૨ અને નિફટી સ્પોટ ૧૫૭૧૧ના ટેકાએ ૧૬૧૧૧ કુદાવતાં ૧૬૨૨૨ જોવાઈ શકે છે.