ભારતીય શેરબજારોએ સપ્તાહના પ્રથમ દિવસે નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 58411 અને નિફ્ટી 17399 પર ખુલ્યો છે. હાલ સવારે 9.25 કલાકે સેન્સેક્સ 282 અંક વધી 58412 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 78 અંક વધી 17402 પર કારોબાર કરી રહ્યો છે.
રિલાયન્સ, લાર્સન, બજાજ ઓટોના શેર વધ્યા
સેન્સેક્સ પર રિલાયન્સ, લાર્સન, બજાજ ઓટો, એમએન્ડએમ, બજાજ ફિનસર્વ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ 2.37 ટકા વધી 2444.95 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 1.36 ટકા વધી 1709.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, એશિયન પેઈન્ટ્સ, TCS, HDFC બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 0.83 ટકા ઘટી 1431.25 પર કારોબાર કરી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 0.68 ટકા ઘટી 174.30 પર કારોબાર કરી રહ્યો છે.ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 277 અંક વધી 58129 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 89 અંક વધી 17323 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે કારોબાર દરમિયાન સેન્સેક્સે 58194 અને નિફ્ટીએ 17340નો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા સેન્સેક્સ 57983 અને નિફ્ટી 17299 પર ખુલ્યો હતો.