શેરબજાર:સેન્સેક્સ 229 અંક ઘટી 58075 પર કારોબાર; નિફ્ટી 58 અંક ઘટી 17310 પર કારોબાર..

0
23
રિલાયન્સ, ICICI બેન્કના શેર ઘટ્યા,HDFC,મારૂતિ સુઝુકી, TCS, બજાજ ઓટો, ટાટા સ્ટીલના શેર વધ્યા
રિલાયન્સ, ICICI બેન્કના શેર ઘટ્યા,HDFC,મારૂતિ સુઝુકી, TCS, બજાજ ઓટો, ટાટા સ્ટીલના શેર વધ્યા

ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 229 અંક ઘટી 58075 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 58 અંક ઘટી 17310 પર કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સ પર રિલાયન્સ, ICICI બેન્ક, HCL ટેક, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ 1.44 ટકા ઘટી 2390.60 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 1.10 ટકા ઘટી 712.25 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HDFC, મારૂતિ સુઝુકી, TCS, બજાજ ઓટો, ટાટા સ્ટીલ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. HDFC 1.39 ટકા વધી 2868.30 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 0.71 ટકા વધી 6850.00 પર કારોબાર કરી રહ્યો છે.શેરબજારો ગુરુવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 55 અંક વધી 58305 પર બંધ રહ્યો હતો. જ્યારે 16 અંક વધી 17369 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ભારતી એરટેલ, નેસ્લે, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, HCL ટેક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 2.77 ટકા વધી 686.30 પર બંધ રહ્યો હતો. નેસ્લે 2.39 ટકા વધી 20351.75 પર બંધ રહ્યો હતો. જોકે ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, HDFC બેન્ક, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 0.97 ટકા ઘટી 2037.00 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.79 ટકા ઘટી 7928.40 પર બંધ રહ્યો હતો.આ પહેલા અમેરિકાના શેરબજાર ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.78 ટકાની નબળાઈની સાથે 34607 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.87 ટકા ઘટી 15115 અને S&P 500 0.77 ટકાના ઘટાડા સાથે 4458 પર બંધ થયો હતો.