ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1000 અંક વધ્યા પછી હાલ 12.47 વાગ્યે 947 અંક વધી 58147 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 273 અંક વધી 17375 પર કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, વિપ્રો, SBI, ટાઈટન કંપની, ઈન્ફોસિસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્ર 3.71 ટકા વધી 1462.85 પર કારોબાર કરી રહ્યો છે. વિપ્રો 2.86 ટકા વધી 568.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.21 ટકા ઘટી 883.60 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 0.44 ટકા ઘટી 1890.5 પર કારોબાર કરી રહ્યો છે.
શુક્રવારે બજારો ફ્લેટ બંધ રહ્યાં હતા
ભારતીય શેરબજારો શુક્રવારે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 77 અંક ઘટી 57200 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 8.20 અંક ઘટી 17101 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, ICICI બેન્ક, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 2.99 ટકા ઘટી 8553.20 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 2.43 ટકા ઘટી 1410.55 પર બંધ રહ્યો હતો. જોકે NTPC, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, વિપ્રો સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. NTPC 3.89 ટકા વધી 140.20 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 1.85 ટકા વધી 827.25 પર બંધ રહ્યો હતો.