ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સવારે 10.18 કલાકે સેન્સેક્સ 166 અંક વધી 58890 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 45 અંક વધી 17564 પર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત સેન્સેક્સ 58881 અને નિફ્ટી 17539 પર ખુલ્યો હતો.સેન્સેક્સ પર ITC, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ITC 6.06 ટકા વધી 229.10 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 4.45 ટકા વધી 1100.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે TCS, NTPC, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. TCS 0.98 ટકા ઘટી 3916.05 પર કારોબાર કરી રહ્યો છે. NTPC 0.85 ટકા ઘટી 123.15 પર કારોબાર કરી રહ્યો છે.BSE પર 2431 શેરમાં કારોબાર થઈ રહ્યો છે. જેમાંથી 1705 શેરમાં વધારા સાથે અને 618 શેર લાલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યાં છે. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 260 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 476 અંક વધી 58723 પર અને નિફ્ટી 139 પોઈન્ટ વધી 17519 પર બંધ થયો હતો.આ પહેલા અમેરિકાના શેરબજાર તેજી સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.68 ટકાની મજબૂતાઈ સાથે 34814 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.82 ટકા વધી 15161 અને S&P 500 0.85 ટકાની તેજીની સાથે 4480 પર બંધ થયો હતો.