શેરબજાર:સેન્સેક્સ 78 અંક ઘટ્યો, નિફ્ટી 17546 પર બંધ..

0
24
HDFC, નેસ્લેના શેર ઘટ્યા,ટેક મહિન્દ્રા, M&M, HCL ટેક, બજાજ ઓટો, રિલાયન્સના શેર વધ્યા
HDFC, નેસ્લેના શેર ઘટ્યા,ટેક મહિન્દ્રા, M&M, HCL ટેક, બજાજ ઓટો, રિલાયન્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 78 અંક ઘટી 58927 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 15 અંક ઘટી 17546 પર બંધ રહ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 258 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.સેન્સેક્સ પર એચડીએફસી, નેસ્લે, કોટક મહિન્દ્રા, ICICI બેન્ક, HDFC બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HDFC 1.46 ટકા ઘટી 2733.05 પર બંધ રહ્યો હતો. નેસ્લે 1.22 ટકા ઘટી 19905 પર બંધ રહ્યો હતો. જોકે ટેક મહિન્દ્રા, એમએન્ડએમ, HCL ટેક, બજાજ ઓટો, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 3.70 ટકા વધી 1514.05 પર બંધ રહ્યો હતો. M&M 1.92 ટકા વધી 752.55 પર બંધ રહ્યો હતો.BSE પર 3403 શેરમાં કારોબાર થયો. જેમાં 2099 શેર વધારા સાથે અને 1140 શેર લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. તેની સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 258 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.BSE પર કારોબાર દરમિયાન 222 શેર 52 સપ્તાહના ઉપરના સ્તરે અને 18 શેર 52 સપ્તાહના નીચેના સ્તરે કારોબાર કરતા જોવા મળ્યા. આ સિવાય 357 શેરમાં અપર સર્કિટ લાગી જ્યારે 159 શેરમાં લોઅર સર્કિટ લાગી. આ પહેલા મંગળવારે સેન્સેક્સ 514 પોઈન્ટ વધી 59005 પર અને નિફ્ટી 165 પોઈન્ટ વધી 17562 પર બંધ થયો હતો.એશિયન ડેવલોપમેન્ટ બેન્કે(ADB)ભારતના GDP ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે. ADBએ કોવિડ-19 મહામારીની બીજી લહેરથી થયેલા નુકસાનના કારણે ફાઈનાન્શિયલ વર્ષ 2021-22 માટે GDP ગ્રોથનું અનુમાન ઘટાડીને 10 ટકા કરી દીધુ છે. આ પહેલા ADBએ GDP ગ્રોથ 11 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. ADBના જણાવ્યા મુજબ કોરોના અનુમાનની સરખામણીએ ઝડપથી કાબુમાં આવી ગયો.આ પહેલા અમેરિકાના શેરબજાર ડાઉજોન્સ 0.15 ટકા ઘટી 33919 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.22 ટકાના વધારા સાથે 14746 અને S&P 500 0.08 ટકા ઘટી 4354 પર બંધ થયો હતો.