ઈન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણોના દીકરી સુકમાવતી સુકર્ણોપુત્રીએ ઈસ્લામ છોડી હિંદુ ધર્મ અપનાવી લીધો છે. સુકમાવતીએ મંગળવારે ઈન્ડોનેશિયાના સૌથી વધુ હિંદુ વસ્તી ધરાવતા બાલીમાં એક કાર્યક્રમ ‘સુધી વાદાની’ દરમિયાન હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો.
સુકમાવતી સુકર્ણોના ત્રીજા નંબરના દીકરી છે. તેમનું પૂરું નામ દાયાહ મુતિયારા સુકમાવતી સુકર્ણોપુત્રી છે. તેમણે હિંદુ ધર્મ સ્વીકાર્યો તેને લગતો કાર્યક્રમ બાલીના બાલે આગુંગ સિંગારાજા જિલ્લામાં સુકર્ણો હેરિટેજ સેન્ટરમાં યોજાયો હતો. મંગળવારે સુકમાવતીનો 70મો જન્મ દિવસ પણ હતો.
UCA ન્યૂઝના અહેવાલ પ્રમાણે સમાહોર માટે સુકર્ણો સેન્ટરમાં ખૂબ જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ફક્ત 50 લોકોને જ બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી મોટાભાગના ફેમિલી મેમ્બર હતા. ઓછા લોકોને બોલાવવા પાછળ કોવિડ-19 પ્રોટોકોલનું કારણ રજૂ કરવામાં આવ્યું હતું.
દાદી પણ હિંદુ ધર્મ પ્રત્યે ખૂબ જ વિશ્વાસ-શ્રદ્ધા ધરાવતા હતા
CNN ઈન્ડોનેશિયાના અહેવાલ પ્રમાણે સુકમાવતીએ આ નિર્ણય લીધો તેની પાછળ તેમના દિવંગત દાદી ઈદા અયુ નયોમાન રાઈ શ્રીમબેનની પ્રેરણા છે,જેઓ હિંદુ ધર્મમાં વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવતા હતા. સુકમાવતીના નિર્ણય અંગે જાણકારી આપી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે સુકમાવતીના નિર્ણય અંગે જાણકારી આપી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે સુકમાવતીને હિંદુ ધર્મની વ્યાપક પ્રમાણમાં જાણકારી છે. તે હિંદુ ધર્મના તમામ સિદ્ધાંતો તથા પરંપરાઓથી વાકેફ છે.
સુકમાવતીએ હિંદુ ધર્મ ગ્રહણ કરવા અંગેનો નિર્ણય તેમની ઉપર લાગેલા ઈસ્લામના નિંદા અંગેના આરોપના ત્રણ વર્ષ બાદ આવ્યો છે. વર્ષ 2018માં અનેક સમૂહોએ તેમના તરફથી એક ફેશન ઈવેન્ટમાં રજૂ કરવામાં આવેલ કવિતા અંગે પોલીસને ફરિયાદ કરી હતી. આ સમૂહોએ તેમની કવિતા મારફતે શરિયા કાનૂન, હિજાબની ટીકા કરવાનો અને મુસ્લિમોને પ્રાર્થના કરવાની અપીલ કરવાનો આરોપ લગાવ્યો હતો.
વર્ષ 2019માં એક વખત તેમની સામે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી. તે સમયે તેમની ઉપર નેશનલ હિહોઝ ડે નિમિતે તેમના પિતા સુકર્ણોની તુલના પૈગંબર મોહમ્મદ સાથે કરવાનો આરોપ હતો. જોકે પોલીસે પૂરાવાના અભાવ તેમની સામે કેસ બંધ કર્યો હતો.
આ બાબત પણ સુકમાવતીની ઓળખ
- ઈન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણોના ત્રીજા નંબરના દીકરી
- દેશના 5માં રાષ્ટ્રપતિ મેઘાવતી સુકર્ણોપુત્રીના નાના બહેન પણ
- ઈન્ડોનેશિયન નેશનલ પાર્ટી (PNI)ના સંસ્થાપક છે સુકમાવતી
- કાનજેંગ ગુસ્તી પૈંગેરન આદિપતિ આર્યા માંગકુનેગરા IX સાથે નિકાહ કર્યાં
- વર્ષ 1984માં તેમના પતિ પાસેથી તલાક લઈ રાજકીય જીવનની શરૂઆત કરી