
દેશની ટોચની ખાનગી લાઈફ ઈન્સ્યોરર્સ પૈકી એક ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સે અમદાવાદમાં ‘પ્લેજ ટુ પ્રોટેક્ટ’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન સાથે તે લોકોના જીવનને સુરક્ષા આપવાની પ્રતિબદ્ધતાને પુનઃવ્યાખ્યાયિત કરે છે. કંપનીના ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં એક લાખ લોકોના જીવનને સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશના ભાગરૂપે આ અભિયાન શરૂ કરાયું છે. ટાટા એઆઈએના 24માં સ્થાપના દિન પર અમદાવાદની ટીમે સમુદાયોને સેવા આપવાની પોતાની પ્રતિબદ્ધતા રજૂ કરી હતી. કર્મચારીઓ અને એજન્ટ્સે સાથે મળી થલતેજમાં આવેલી પ્રકાશ મેન્ટલી ડિસેબલ્ડ બોય્સ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે 95 દિવ્યાંગ બાળકો સાથે યાદગાર ઉજવણી કરી હતી. દિવ્યાંગ બાળકો માટે બપોરનું ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ તેમની સર્જનાત્મકતાને બહાર લાવવા ડ્રોઈંગ અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. જેમાં ભાગ લેનારા પ્રત્યેક સહભાગીને ટોકન આપવામાં આવ્યું હતું. તેમજ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનારા વિદ્યાર્થીઓને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. આ અર્થપૂર્ણ જોડાણ ટાટા એઆઈએની સંવેદનશીલ સમુદાયોના જીવન પર સકારાત્મક અસર ઉભી કરવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ટાટા એઆઈએના પ્રોપ્રેટરી-ચીફ ડિસ્ટ્રિબ્યૂશન ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, “લાઈફ ઈન્સ્યોરન્સ સંવેદનશીલ સમાજવર્ગ સહિત તમામ લોકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. જેથી અમારી જવાબદારી છે કે, અમે તમામ લોકોમાં આ અંગે જાગૃત્તિ ફેલાવીએ. ટાટા એઆઈએ ‘પ્લેજ ટુ પ્રોટેક્ટ’ અભિયાન મારફત ભારતીયો માટે નાણાકીય સુરક્ષા અને નાણાકીય સમાવેશિતા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. અમે ભારતમાં ઈન્સ્યોરન્સ કવરેજનું વિસ્તરણ કરવા પ્રતિબદ્ધ છીએ. ટાટા એઆઈએ જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિકમાં એક લાક લોકોના જીવનને નાણાકીય સુરક્ષા પ્રદાન
કરવાનો લક્ષ્યાંક પૂરો કરશે.” ‘પ્લેજ ટુ પ્રોટેક્ટ’ અભિયાન અંતર્ગત ટાટા એઆઈએ ભારતભરમાં તેના 1.43 લાખથી વધુ એજન્ટ અને કર્મચારીઓ સાથે મળી તેની 599 બ્રાન્ચમાં વિવિધ પહેલો હાથ ધરશે. જેમાં રોડ શો, જોગર્સ પાર્ક એક્ટિવિટી, હાઉસિંગ સોસાયટી જોડાણો અને હેલ્થ કેમ્પ સહિતની પહેલો સામેલ છે. વધુમાં સ્થાનિકો સુધી પહોંચ બનાવવા કંપની સ્થાનિક એનજીઓ, પંચાયતો અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ સાથે જોડાણ કરશે, જેથી તે ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં લોકોને લાઈફ ઈન્સ્યોરન્સ બાબતે શિક્ષિત અને જાગૃત કરશે. આ અભિયાનમાં ટાટા એઆઈએની 550 બ્રાન્ચ જોડાઈ ચૂકી છે. તેમજ 70,000 એજન્ટ, કર્મચારીઓ અને ગ્રાહકોનો સંપર્ક સાધવામાં આવ્યો છે. ઈન્સ્યોરન્સ ઉપરાંત ટાટા એઆઈએ નાણાકીય સાક્ષરતા પહેલ ‘જાગૃતિ’ મારફત નાણાકીય સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપી રહી છે, જેમાં કર્મચારીઓ સ્વંયસેવક તરીકે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને આવશ્યક નાણાકીય સાધનો વિશે શિક્ષિત કરી રહ્યા છે. હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ વ્યૂહાત્મક ટ્રેનિંગ મોડ્યુલ સાથે કર્મચારીઓને તેમનું જ્ઞાન રજૂ કરવા પ્રોત્સાહન આપે છે. તેઓ ઓછામાં ઓછા ચાર લોકોને માહિતગાર નાણાકીય નિર્ણયો લેવા સક્ષમ બનાવવાની ખાતરી કરે છે. આ પહેલના ભાગ રૂપે ટાટા AIAના 3,300 થી વધુ કર્મચારીઓ પહેલાથી જ સ્વૈચ્છિક રીતે સેવા આપી ચૂક્યા છે.