શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદનાં સંસ્થાપક સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રથમ માસિક તિથિ નિમિત્તે ‘દિવ્ય ભાવાંજલિ’ અર્પણ કરવામાં આવી.તા. 17 જાન્યુઆરીનાં રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદનાં સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંતર્ધાન થયા તેની પ્રથમ માસિક તિથિ નિમિત્તે “દિવ્ય ભાવાંજલિ” નો કાર્યક્રમ શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીની નિશ્રામાં યોજાયો હતો.આ પ્રસંગે ધ્યાન, ભજન, કીર્તન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વચનામૃત ગ્રંથનું પઠન કરવામાં આવ્યું હતું. સંતો દ્વારા સદગુરુ સ્વામીના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવન ઉપર સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર 25 મિનિટની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. જેનો દેશ અને વિદેશના અનેક ભક્તોએ લાભ લીધો હતો.સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવન અંગે જણાવ્યું હતું કે*,તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથમાં વર્ણવેલા સંતોના સર્વગુણો પોતાના જીવનમાં કેળવ્યા હતા.તેના કારણે તેમને ભગવાન સાથે સીધો સંબધ હતો.તેઓ ભક્તોના દુઃખના નિવારણ માટે જે કાંઈ પ્રાર્થના કરતાં તે શ્રી સ્વામિનારાયણ ભગવાન સાંભળતા હતા અને દુઃખી લોકોના દુઃખનું નિવારણ થતું હતું.
કુમકુમ મંદિર દ્વારા સદગુરુ શ્રીઆનંદપ્રિયદાસજી સ્વામીની પ્રથમ માસિક તિથિ, અપાઇ ‘દિવ્ય ભાવાંજલિ’
Date: