Saturday, March 7, 2026
HomeGujaratજામનગરના નવનિર્મિત ડૉ. બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવર બ્રિજ તેમજ વેસ્ટ ટુ...

જામનગરના નવનિર્મિત ડૉ. બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવર બ્રિજ તેમજ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ

Date:

spot_img

Related stories

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...
spot_img

જામનગર : જામનગર શહેરમાં સમર્પણ સર્કલ થી વુલનમીલ તરફ જવાના રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી ડૉ. બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજનું આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરાશે, અને લાંબા સમયની ઇન્તેઝારી પછી રેલ્વે ઓવર બ્રિજ પ્રજાજનોને સમર્પિત કરી દેવાશે. આ ઉપરાંત વેસ્ટ-ટુ એનર્જી પ્લાન્ટનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઇ- લોકાર્પણ કરવામાં આવશે.જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા પી.પી.પી. આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ તથા જી.યૂ.ડી.એમ. તેમજ ૧૫ માં નાણાપંચની 0ગ્રાન્ટ અંતર્ગત કુલ ૨૧૪ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત ના કાર્યક્રમો યોજાયા છે.આવતીકાલે બુધવારે સવારે ૯.૩૦ વાગ્યે જામનગર મહાનગરપાલિકાના ટાઉનહોલમાં ઇ-લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ થશે.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી વાઘજીભાઈ પટેલ, જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ ,તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ઉપરાંત નગરના મેયર બીનાબેન કોઠારી મુખ્ય અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહે છે.સૌપ્રથમ પીપીબી બેઝ ૯૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા વેસ્ટ-ટુ એનર્જી પ્લાન્ટ નું ઇ-લોકાર્પણ થશે, ત્યારબાદ એલસી નંબર ૧૯૯ રેલવે ક્રોસિંગ ઉપર ટુ લેન ડૉ. બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજ કે જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની તથા જી.યૂ. ડી.સી. ની ગ્રાન્ટ અંતર્ગત રેલવે પોર્સન સહિત ૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે, જેનું ઇ-લોકાર્પણ કરીને પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવશે.આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૮ કરોડના ખર્ચે નાગમતી નદીના પુલથી હાપા માર્કેટિંગ યાર્ડને જોડતા ફોરલેન રોડનું પણ ઇ-લોકાર્પણ થશે.આ ઉપરાંત જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે ૬૧ કરોડના ખર્ચે ડી.આઈ. પાઇપલાઇન દ્વારા વોટર સપ્લાય કામનું ઇ-ખાતમુહૂર્ત કરાશે. જેમની સાથે સાથે ૧૫ કરોડ ના ખર્ચે જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ આસફાલ્ટ રોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે. જયારે આરોગ્ય વિભાગ તથા ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટ માંથી ૧૦ કરોડ ના ખર્ચે હાપા ખાતે યુ. સી.એચ.સી. સેન્ટર બનાવવાના કામનું પણ ઇ-ખાતમુહૂર્ત કરાશે.કુલ ૧૨૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું ઇ-લોકાર્પણ થશે, જ્યારે ૮૬ કરોડના કામોનું ઇ-ખાતર્મુત કરાશે.જામનગરના મ્યુનિ.ટાઉનહોલમાં આયોજિત ઉપરોક્ત ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી, ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, તેમજ વિરોધ પક્ષના નેતા આનંદભાઈ રાઠોડ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. સમગ્ર પ્રોજેક્ટને પરીપૂર્ણ કરવા માટે જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાની જહેમત લઈ રહ્યા છે.

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here