
ચીન, પાકિસ્તાન, ઈરાન અને અન્ય દેશોમાં લોકો ચંદ્રગ્રહણને જોવામાં મુગ્ધ થઈ ગયા હતા. રાત્રીના અંધારામાં ચંદ્રએ ધરતીની નજીક આવી બધાને પોતાની તરફ ખેંચી લીધા. અમુક જગ્યાઓ પર લોકો આખી રાત લોકો ચંદ્રને જોતા રહ્યા છે, કારણ કે, આ માત્ર ખગોળીય ઘટના માત્ર વૈજ્ઞાનિકો માટે જ નહીં, પરંતુ સામાન્ય લોકો માટે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર હતી.જિપ્તના કૈરોમાં બ્લડ મૂન પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન, સૂર્યએ ચંદ્રની સપાટી પર પૃથ્વીનો પડછાયો નાખ્યો. આ દુર્લભ ખગોળીય ઘટનાનો સુંદર નજારો જોવા મળ્યો. આકાશમાં લાલ રંગનો ચંદ્ર આખી રાત લોકોને રોમાંચિત કરતો રહ્યોચીનમાં પૂર્ણ ચંદ્રગ્રહણ પહેલા પૂર્ણ ચંદ્રનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. યોંગડિંગમેન ગેટની છત ઉપર ચંદ્ર ચમકતો જોવા મળ્યો, જે ઐતિહાસિક સ્થાપત્ય અને ખગોળીય ઘટનાનું અદ્ભુત મિશ્રણ દર્શાવે છે. ધીમે ધીમે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવા લાગ્યો અને આ દ્રશ્ય વધુ મનમોહક બન્યું.ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના બેથલેહેમમાં ચર્ચ ઓફ ધ નેટીવીટી ઉપર બ્લડ મૂન જોવા મળ્યો. આ અદ્ભુત દૃશ્ય પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન જોવા મળ્યું હતું. વિશ્વભરના ખગોળશાસ્ત્ર પ્રેમીઓએ ખાસ તેને જોયું અને તેના ફોટોઝ શેર કર્યા. આ ઘટના દુર્લભ અને આકર્ષક હતી.આ દૃશ્ય પાકિસ્તાનમાં પણ જોવા મળ્યું હતું. ચંદ્રનો અડધાથી વધુ ભાગ પૃથ્વીના પડછાયાથી ઢંકાયેલો જોવા મળે છે અને બાકીનો ભાગ આછા લાલ રંગથી ચમકતો હોય છે. આ સ્થિતિ ત્યારે દેખાય છે જ્યારે ગ્રહણ મધ્ય અથવા છેલ્લા તબક્કા તરફ આગળ વધી રહ્યું હોય છે.”જાપાનમાં અત્યારે રાતના 2:20 વાગ્યા છે અને આજની રાત ખરેખર અદ્ભુત રહી છે! આખી રાત અમે પૂર્ણ ચંદ્રગ્રહણ સાથે એક સુંદર પૂર્ણ ચંદ્ર જોયો. ડાબી બાજુના ચિત્રમાં, ચંદ્ર એક કલાક પહેલા જેવો દેખાય છે – સંપૂર્ણ રીતે ચમકતો – જ્યારે જમણી બાજુના ચિત્રમાં, પૃથ્વીના પડછાયામાં આવ્યા પછી તે લાલ રંગ સાથે દેખાય છે.


