અમદાવાદ: કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્ક્સશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. આજે સવારથી જ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ક્સશીટ લેવા માટે પહોંચ્યા હતા.આ માર્ક્સશીટ માત્ર એડમિશન આપવા માટે જ આપવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્ક્સશીટ અપાશે, પરંતુ ઓરિજિનલ માર્ક્સશીટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે. ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 7.30 વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી. વહેલી સવારે રિઝલ્ટ ડાઉનલોડ થવામાં પરેશાની થઈ હતી.કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્ક્સશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. આજે સવારથી જ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ક્સશીટ લેવા માટે પહોંચ્યા હતા.આ માર્ક્સશીટ માત્ર એડમિશન આપવા માટે જ આપવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્ક્સશીટ અપાશે, પરંતુ ઓરિજિનલ માર્ક્સશીટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે. ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 7.30 વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી. વહેલી સવારે રિઝલ્ટ ડાઉનલોડ થવામાં પરેશાની થઈ હતી.હની દરજી નામની વિદ્યાર્થિનીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષા ન યોજાવાથી સીટ નંબર ના મળતાં સ્કૂલમાંથી કાચી માર્ક્સશીટ મેળવી છે, જે એડમિશન માટે ઉપયોગી થશે. આજે માર્ક્સશીટ તો મળી, પરંતુ પરીક્ષા યોજીને માર્ક્સશીટ આપવામાં આવી હોત તો વધુ ખુશી થઈ હોત.નારણપુરાની વિજયનગર સ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું કે ધોરણ 9 અને 10નાં પરિણામના આધારે પરિણામ આપવામાં આવ્યું છે. ગઈકાલે રાતે પરિણામ જાહેર થયું હતું, પરંતુ આજે સવારે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને પરિણામ આપવામાં આવ્યું છે. દર વર્ષ કરતાં પદ્ધતિ અલગ હતી, પરંતુ અમે વ્યવસ્થા કરીને તમામને પરિણામ આપ્યાં છે.
ધોરણ 10ના વિદ્યાર્થીઓને ટેમ્પરરી માર્ક્સશીટ આપવામાં આવી, ઓરિજિનલ માર્ક્સશીટ જુલાઈના બીજા સપ્તાહમાં અપાશે
Date: