કોરોનાના કેસ ઘટતા,ગુજરાતમાં શાળા અને કોલેજ શરૂ કરવા સરકારની વિચારણા

0
28
ગુજરાતમાં ગત શૈક્ષણિક વર્ષમાં જે રીતે શાળા અને કોલેજ શરૂ કરવામાં આવી હતી તે જ રીતે શાળા અને કોલેજ આ વર્ષે શરૂ કરવામાં આવશે તેવો નિર્દેશ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે આપ્યો હતો.
ગુજરાતમાં ગત શૈક્ષણિક વર્ષમાં જે રીતે શાળા અને કોલેજ શરૂ કરવામાં આવી હતી તે જ રીતે શાળા અને કોલેજ આ વર્ષે શરૂ કરવામાં આવશે તેવો નિર્દેશ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે આપ્યો હતો.

ગુજરાતમાં શાળા અને કોલેજશરુ કરવા રાજ્ય સરકાર વિચારી રહી હોવાની વિગત સામે આવી રહી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ આજે જણાવ્યુ હતુ કે, કોરોનાકાળમાં સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે શાળા અને કોલેજ શરુ કરવી કે નહી તેનો નિર્ણય ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશે.ગુજરાતમાં ગત શૈક્ષણિક વર્ષમાં જે રીતે શાળા અને કોલેજ શરૂ કરવામાં આવી હતી તે જ રીતે શાળા અને કોલેજ શરૂ કરવામાં આવશે તેવો નિર્દેશ પણ ભૂપેન્દ્રસિંહે આપ્યો હતો. પહેલા ધોરણ 10 અને 12 અને ત્યાર બાદ કોલેજ શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાનારી બેઠકમાં આખરી નિર્ણય કરાશે.ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ હવે કોરોનાના કેસ નોંધપાત્ર ઘટી રહ્યાં છે. ત્યારે કોરોનાની વર્તમાન ગાઈડલાઈન (Corona’s guideline )સાથે શાળા અને કોલેજ શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરાશે. હાલ કોરોનાના કેસ ઘટતા, જ્યા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા સ્થળ માટે જે પ્રકારની ગાઈડલાઈન જાહેર કરાઈ છે તેને ધ્યાને રાખીને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અલગ ગાઈડ લાઈન જાહેર કરાશે.