Sunday, March 8, 2026
HomeGujaratગુજરાતમાં ફરીથી વાતાવણમાં આવશે પલટો, રવિવાર સુધી કાતિલ ઠંડીની આગાહી

ગુજરાતમાં ફરીથી વાતાવણમાં આવશે પલટો, રવિવાર સુધી કાતિલ ઠંડીની આગાહી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ગુજરાતમાંઆજથી એટલે શુક્રવારથી તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. આગાહી પ્રમાણે, આગામી 48 કલાક માટે રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થતાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. રવિવારથી લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો થશે લાગે તેની પૂરી સંભાવના છે. એટલે આજે અને આવતીકાલે ક્યાંય જવાનું વિચારતા હોય તો સ્વેટર અને શાલ વધારે લઇ જવા પડશે.ગુરુવારે અમદાવાદમાં 18.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે. આ સાથે ગુરૂવારે રાતે વડોદરામાં 15.6, નલિયામાં 15.9, પાટણ-ડીસામાં 16, કંડલામાં 16.5, જુનાગઢમાં 16.7, ગાંધીનગરમાં 16.8, પોરબંદરમાં 17, ભૂજમાં 17.9, રાજકોટમાં 18.4, સુરતમાં 18.8 જ્યારે ભાવનગરમાં 19 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.બદલાતા હવામાનને જોતા હવામાન વિભાગે સાવચેતી રાખવાનું જણાવ્યું છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સતત બદલાતા હવામાનને કારણે ઘરે ઘરે શરદી ખાંસીની બીમારી જોવા મળી રહી છે. ત્યારે ફરીથી ઠંડી વધવાથી લોકોએ સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું પડશે. આ વર્ષે શિયાળામાં સતત પાંચમી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. જેના કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.ગુરુવારે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેના કારણે વાતાવરણ વાદળછાયું બન્યું હતુ. જ્યારે વાદળછાયા વાતાવરણમાં માવઠાના સંકેતથી ખેડૂતોના જીવ ઉચાટમાં આવ્યા છે. ઉત્તર ભારતની હિમવર્ષાના કારણે હમણાં સુધી ઠંડી હતી. જોકે, બે દિવસથી ઠંડીની તિવ્રતામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાં હવે ફરીથી વાતાવરણ વિષમ બન્યું છે. આકાશમાં વાદળોએ ઘેરો ઘાલતાં રવી સીઝનના વાવેતરને માઠું નુક્સાન થવાની ભીતી વ્યક્ત થઈ રહી છે. સૂર્ય વાદળોમાં છૂપાતાં ખેતીનો વિકાસ રુંધાય તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે હવામાનમાં આવેલા બદલાય પછી ઠંડીનું જોર ઘટયું પરંતુ વાદળો હટયા પછી ફરીથી ઠંડીનો તેજ ચમકારો અનુભવાશે. આ સંજોગોમાં જો કમોસમી માવઠું વરસે તો ખેતરોમાં ઉભા રવી પાકને નુક્સાન થઈ શકે છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here