યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) ની વેબસાઈટનું UTSAH (અંડરટેકિંગ ટ્રાન્સફોરમેટિવ સ્ટ્રેટેજી એન્ડ એક્શન ઈન હાયર એજ્યુકેશન) પોર્ટલ થઈ જશે
ઉત્સાહ પોર્ટલના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ભલામણો હેઠળ યોજનાઓની માહિતી લાગુ કરવાથી લઈને તેને ટ્રેક પણ કરી શકાશે

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) ની વેબસાઈટનું આજથી UTSAH (અંડરટેકિંગ ટ્રાન્સફોરમેટિવ સ્ટ્રેટેજી એન્ડ એક્શન ઈન હાયર એજ્યુકેશન) પોર્ટલ થઈ જશે. UGCના ચેરમેન પ્રોફેસર એમ.જગદીશ કુમારે જણાવ્યું કે 16 મેથી UTSAH પોર્ટલ લોન્ચ કરાશે. ઉત્સાહ પોર્ટલના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ભલામણો હેઠળ યોજનાઓની માહિતી લાગુ કરવાથી લઈને તેને ટ્રેક પણ કરી શકાશે. ભારતીય પરંપરા, ડિજિટલ લર્નિંગ, આઉટકમની જાણકારી પણ મળશે.
પ્રો.કુમારે કહ્યું કે UGCની વેબસાઈટને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ રિ-ડિજાઈન કરવામાં આવી રહી છે. તેમાં વિદ્યાર્થીઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને ક્લાસ હેઠળની તમામ જાણકારી સરળતાથી મળી રહેશે. તેમાં ડિજિટલ માધ્યમથી હાયર એજ્યુકેશન સંબંધિત માહિતીઓ અને યોજનાઓ વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓ સરળતાથી સમજી શકશે.
કઈ કઈ માહિતીઓ પોર્ટલ પર મળી રહેશે?
આ પોર્ટલને યુનિવર્સિટી, પ્રોફેસર અને વિદ્યાર્થીઓની સુવિધાઓના હિસાબે તૈયાર કરાયું છે જેથી તે તેમની જરૂરિયાત અનુસારની તમામ જાણકારીઓને સમજી શકે. એનઈપી અનુસાર હાયર એજ્યુકેશન સંસ્થાનોને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે. પોર્ટલમાં ભારતીય પરંપરા પર આધારિત અભ્યાસ, કોર્સ અને અભ્યાસક્રમ, ડિજિટલ લર્નિંગ, આઉટકમ કે રિઝલ્સ સંબંધિત માહિતીઓ મળી શકશે.