Sunday, April 27, 2025
HomeGujaratઅમદાવાદમાં પ્રથમવાર અલ્ટિમેટ ટેબલ ટેનિસનું આયોજન, લીગની છઠ્ઠી સિઝનનો 29મેથી પ્રારંભ થશે

અમદાવાદમાં પ્રથમવાર અલ્ટિમેટ ટેબલ ટેનિસનું આયોજન, લીગની છઠ્ઠી સિઝનનો 29મેથી પ્રારંભ થશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img
Lilian Bardet of Ahmedabad SG Pipers in action during the Semi Final 2 match of the Ultimate Table Tennis 2024 played between Dabang Delhi TTC and Ahmedabad SG Pipers held at Jawaharlal Nehru Indoor Stadium on 06th September 2024. Ankur Salvi /Focus Sports/ UTT

ભારતની ટોચની ટેબલ ટેનિસ લીગ એવી અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન, 2025 દરમિયાન યોજાશે. લીગના ઈતિહાસમાં પ્રથમવાર તેનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે. યુટીટી લીગ સતત આગળ વધી રહી છે અને તેમાં ભારતના તથા વિદેશના શ્રેષ્ઠ ખેલાડીઓનું મિશ્રણ 8 ટીમોની અંદર જોઈ શકાય છે, જેમની વચ્ચે ટાઈટલ જીતવા માટે રોમાંચક મુકાબલાઓ જોવા મળશે. જેમાં ગત ચેમ્પિયન ગોવા ચેલેન્જર્સની નજર ઐતિહાસિક ત્રીજા ટાઈટલ પર રહેશે.અમદાવાદ ભારતની રમતની ઈકો સિસ્ટમમાં ઝડપભેર પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે. જ્યાં વિવિધ રમતો માટે વૈશ્વિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આવનારા સમયમાં મોટી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજવાની મહત્વકાંક્ષા રહેલી છે. જેમાં, 2030નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક ગેમ્સ સામેલ છે. યુટીટીની છઠ્ઠી સિઝન શહેરમાં યોજાવવા જઈ રહી છે ત્યારે દર્શકો પાસે વૈશ્વિક સ્તરીય અને ઓલિમ્પિકમાં સામેલ રમતના ભારતીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચેનાં રોમાંચક મુકાબલાઓને નજીકથી જોવાની તક મળશે.નીરજ બજાજ અને વીટા દાણી નેજા હેઠળ યોજાતી અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન સાથે યોજાતી યુટીટી લીગ એ 2017થી ભારતીય ટેબલ ટેનિસ જગતમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે, જે હેઠળ ઉભરતા ખેલાડીઓને વૈશ્વિક સ્તરે સ્થાપિત થયેલા ખેલાડીઓ સાથે રમવાની તક મળવાની સાથે રમતના રાષ્ટ્રીય સ્તરમાં પણ સુધારો થતો જોવા મળ્યો છે.યુટીટીના કો-પ્રમોટર્સ નીરજ બજાજ અને વીટા દાણીએ લીગના વિસ્તરણ પર વાત કરતા કહ્યું કે,”અમારા મુખ્ય લક્ષ્યાંકોમાંથી એક લીગને નવા સ્થળો સુધી લઈ જવાનો છે તથા ભારતમાં ટેબલ ટેનિસ માટે વિશાળ દર્શક વર્ગ તૈયાર કરવાનો છે. અમદાવાદ અને ગુજરાત ઓલિમ્પિક સ્પોર્ટ્સ માટે સ્પોર્ટિંગ હબ તરીકે ઓળખ બનાવી રહ્યાં છે. આ સાથે તેઓ આવનારા સમયમાં ઓલિમ્પિકની યજમાની માટે બીડ કરવાના છે. લીગની છઠ્ઠી સિઝનનું અમદાવાદમાં આયોજન કરી તે લક્ષ્યાંકને મજબૂતી આપી શકીશું. વૈશ્વિક દિગ્ગજોને નવા સ્થળે લોકો નિહાળી શકશે. યુટીટી ભાવિ પેઢીના ખેલાડીઓ અને દર્શકોને પ્રેરિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અમે ટોચના ટેબલ ટેનિસ ખેલાડીઓને અમદાવાદમાં લાવવા ઉત્સુક છીએ. આ સાથે ભારતના વૈશ્વિક પાવર હાઉસ બનવાની યાત્રામાં યોગદાન આપવા ઉત્સાહિત છીએ.”વર્ષ 2016માં કબડ્ડી વર્લ્ડ કપ અને 2019માં ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ (ફૂટબોલ) નું જ્યાં આયોજન થયું હતું, તેવું એકા અરેના આ લીગની યજમાની કરશે. જે યુટીટીની છઠ્ઠી સિઝન માટે એક શ્રેષ્ઠ સ્થળ સાબિત થશે.ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી, કમલેશ મેહતાએ કહ્યું કે,”અલ્ટિમેટ ટેબલ ટેનિસ એ ભારતમાં ટેબલ ટેનિસની પૃષ્ટભૂમિમાં ધરખમ ફેરફાર લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, આ દરમિયાન લીગ એ આપણાં ખેલાડીઓને વિશ્વના ટોચના ખેલાડીઓ સાથે અને સામે રમવાનું એક પ્લેટફોર્મ પુરું પાડ્યું છે. દરેક સિઝનમાં લીગની રમતના સ્તરમાં વધારો થયો છે. જેના કારણે પાયાના સ્તરે અને ઉચ્ચ કક્ષાએ પણ રમતમાં સુધારો જોવા મળ્યો છે. રમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી રહેલ મોટા રોકાણ તથા મોટી રમત ઈવેન્ટના સફળ ટ્રેક રેકોર્ડને જોતા અમદાવાદ યુટીટીની છઠ્ઠી સિઝન માટે શ્રેષ્ઠ સ્થળ છે. ભારત એક મજબૂત સ્પોર્ટિંગ કલ્ચર તૈયાર કરી રહ્યું છે ત્યારે ટેબલ ટેનિસની ટોચની લીગને નવા શહેરોમાં લઈ જવાથી રમતનો વિકાસ અને પહોંચમાં વધારો થશે.”ભારતની સૌથી લાંબી ચાલતી ફ્રેન્ચાઈઝ બેઝ્ડ રમત અને છઠ્ઠી સિઝન સુધી પહોંચનાર રમત લીગમાંથી એક એવી યુટીટીમાં આ વખતે 8 ટીમોને 4-4નાં 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. ટીમો લીગ રાઉન્ડમાં 5 મુકાબલાઓ રમશે, જેમાં પોતાના ગ્રૂપની 3 ટીમ સામે રમવા ઉપરાંત અન્ય ગ્રૂપની રેન્ડમલી પસંદ કરવામાં આવેલ કોઈપણ 2 ટીમ સામેના મુકાબલા સામેલ રહેશે. ટોચની 4 ટીમો નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચશે, જ્યાં તેમની વચ્ચે 15 જૂને રમાનાર ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચવા માટેના રોમાંચક મુકાબલા જોવા મળશે. દરેક ટીમ પાસે 2 વિદેશી સ્ટાર સહિત 6 ખેલાડીઓ રહેશે. ટીમ દરેક ટાઈમાં 5 મેચ રમશે- જેમાં 2 મહિલા સિંગલ્સ, 2 પુરુષ સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સ સામેલ રહેશે.ગોવા ચેલેન્જર્સે ગત સિઝનમાં દબંગ દિલ્હી ટીટીસીને હરાવી સફળતાપૂર્વક પોતાનું ટાઈટલ બચાવ્યું હતું અને તે લીગના ઈતિહાસમાં 2 ટાઈટલ જીતનાર પ્રથમ ટીમ બની હતી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here