દેશમાં આ વર્ષે ગરમીએ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. વધતા તાપમાન વચ્ચે મનુષ્ય અને પશુ-પંખીઓ તો પરેશાન છે જ, પણ એની અસર ફળો પર પણ પડી રહી છે. દ્રાક્ષનો પાક પણ આકરા તાપથી ઝડપથી ખરાબ થઈ રહ્યો છે. ત્યારે નાશિકના ખેડૂતોએ પોતાની દ્રાક્ષને અકળાવનારી આવી ગરમીથી બચાવવા માટે અનોખો નુસખો અજમાવ્યો છે.નિફાડ તાલુકાના વિન્ચૂર ગામના ખેડૂતોએ પોતાના દ્રાક્ષના બગીચાને 1.25 લાખ રૂપિયાની સાડીઓથી ઢાંકી દીધી છે, જેનાથી તેઓ સીધાં જ સૂરજના આકરા તાપથી બચી રહી છે. આ અનોખા પ્રયાસની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે.દેશમાં નાશિકમાં સૌથી વધુ દ્રાક્ષ થાય છે. ખેડૂતોનું કહેવું છે કે સૂર્યનાં કિરણો સીધા જ દ્રાક્ષ પર પડવાથી કાળા ડાઘ પડી જાય છે. એનાથી દ્રાક્ષ બગડી જાય છે અને ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડે છે.આકરા તાપ અને એનાથી થનારા નુકસાન સામે બચાવવા માટે નિફાડ તાલુકાના વિન્ચૂર ગામના હોલકર પરિવારે સસ્તો અને અસરદાર નુસખો અપનાવ્યો છે. તેમણે લગભગ 5 હજાર રંગબેરંગી સાડીઓના કવચથી પોતાના 3.5 એકરમાં પથરાયેલા દ્રાક્ષના બગીચાને કવર કર્યો છે. આમ તો નિફાડ તાલુકામાં દ્રાક્ષના ઘણા બગીચાઓ છે, પરંતુ લાસલગાંવ-વિન્ચૂર રોડ પર મેઈન રોડ પાસે હોલકર પરિવારના રંગબેરંગી સાડીઓથી ઢંકાયેલા દ્રાક્ષના બગીચા પર નજર પડતાં જ લોકો એને જોવા બે ઘડી માટે રોકાય જાય છે.
પાક બચાવવા અનોખો નુસખો: સાડાત્રણ એકરમાં ઉગાડેલી દ્રાક્ષને 1.15 લાખ રૂપિયાની સાડીઓથી ઢાંકી દીધી
Date: