US અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસથી તણાવ વધ્યો, ઉત્તર કોરિયાની આક્રમક કાર્યવાહીની ચીમકી

0
4

ઉત્તર કોરિયાએ કહ્યું બંને દેશોનો યુદ્ધ અભ્યાસ પરમાણુ યુદ્ધની અણી પર આવી ગયો

US અને દક્ષિણ કોરિયાની સેના વચ્ચે 2018 બાદ સૌથી મોટી લશ્કરી યુદ્ધ અભ્યાસ છે

US અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલા લશ્કરી યુદ્ધ અભ્યાસને લઈને ઉત્તર કોરિયાએ ફરી એકવાર જવાબી હુમલો કર્યો છે. ઉત્તર કોરિયાએ કહ્યું કે બંને દેશો વચ્ચેની સૈન્ય અભ્યાસથી તણાવને વધારીને અંત સુધી લાવી દેવામાં આવ્યો છે. આ સાથે તેમણે આક્રમક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ઉત્તર કોરિયાના મીડિયાએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિશ્લેષક ચો જૂ હ્યોનની ટિપ્પણીઓને ટાંકીને જણાવ્યું હતું કે યુએસ અને દક્ષિણ કોરિયા વચ્ચેના લશ્કરી યુદ્ધ અભ્યાસોએ તણાવને વધુ વધારવાનું કામ કર્યુ છે. પોતાના વિશ્લેષણમાં હ્યોને US અને દક્ષિણ કોરિયા વચ્ચે સૈન્ય અભ્યાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે કોરિયન દ્વીપકલ્પને મોટી તબાહી તરફ લઈ જઈ રહ્યું છે. એક રીતે પરનામુને યુદ્ધની અણી પર લાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે હવે આંતરરાષ્ટ્રીય સમુદાય એક થઈને આશા રાખી રહ્યો છે કે કોરિયન દ્વીપકલ્પ પર છવાયેલા પરમાણુ યુદ્ધના કાળા વાદળો શક્ય તેટલી વહેલી તકે દૂર થઈ જશે.  અમેરિકા અને દક્ષિણ કોરિયાની સેના વચ્ચે 2018 બાદ સૌથી મોટી લશ્કરી અભ્યાસ ચાલી રહ્યો છે.

અમેરિકાએ યુદ્ધ અભ્યાસમાં ખતરનાક ફાઈટર એરક્રાફ્ટ લોન્ચ કર્યા

બંને દેશો વચ્ચે ચાલી રહેલા લશ્કરી યુદ્ધ અભ્યાસમાં અમેરિકાએ તેના ખતરનાક એરક્રાફ્ટ કેરિયર તેમજ B-1 અને B-52 બોમ્બર એરક્રાફ્ટનો સમાવેશ કર્યો છે. ઉત્તર કોરિયા શરૂઆતથી જ આ અભ્યાસનો વિરોધ કરી રહ્યું છે. ઉત્તર કોરિયાએ અગાઉ કહ્યું હતું કે આ તેની સામેની રણનીતિ છે પણ તે પાછળ હટશે નહીં. થોડાક દિવસો પહેલા જ ઉત્તર કોરિયા દ્વારા અનેક મિસાઈલ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ પરિક્ષણમાં એક એવી મિસાઈલ હતી જેની રેન્જ અમેરિકા સુધી હતી. મતલબ કે ઉત્તર કોરિયા તેની જમીન પરથી અમેરિકામાં મિસાઈલ છોડી શકે છે.