આ 72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એન્ડટીવીનો હિટ શો ભાભીજી ઘર પર હૈ દેશભક્તિની
થીમ સાથે મનોરંજક વાર્તારેખા લાવી રહી છે. આ વાર્તામાં આપણી વહાલી અંગૂરી ભાભી
(શુભાંગી અત્રે)ને હિંમતબાજ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની એવા તેના સ્વ. દાદાજીની જૂની
ડાયરી મળી આવતાં આઝાદી પૂર્વના યુગ સાથે મજબૂત જોડાણ મળી આવે છે. દાદાજીનાં
કાર્યોથી ખુશ અંગૂરી સર્વત્ર તેમની ભ્રામકતા ફેલાવવાનું શરૂ કરે છે, જેને લીધે મોડર્ન
કોલોનીમાં ઘણી હલચલ મચી જાય છે. આ સમયે આસીફ શેખ (વિભૂતિ નારાયણ મિશ્રા)
અને યોગેશ ત્રિપાઠી (હપ્પુ સિંહ) પહેલી જ વાર અંગ્રેજના અવતારમાં જોવા મળવાના છે.
આસીફ જનરલ લારા અને હપ્પુ અંગ્રેજ અધિકારી તરીકે જોવા મળશે, જે દર્શકોને પેટ
પકડાવીને હસાવશે.
આ રસપ્રદ વાર્તામાં ડોકિયું કરાવતાં અંગૂરી ભાભીની ભૂમિકા ભજવતી શુભાંગી અત્રે કહે
છે, “અંગૂરી તેના દાદાજી તેની મુલાકાતે આવ્યા છે અને તેની જોડે વાતો કરે છે તે
વાસ્તવિકતાથી બહુ જ ભાવનાત્મક બની જાય છે. હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ને એવું લાગે છે કે
વિભૂતિએ અંગૂરીના દાદીજીની મારઝૂડ કરી હોવાથી વિભૂતિ (આસીફ શેખ)ની ધરપકડ
કરવાનો પ્રયાસ કરે છે. વિભૂતિ ત સમયે અંગૂરી સાથે હતો એવું કહીને સ્થિતિમાંથી છટકી
જવા પ્રયાસ કરે છે. જોકે વિભૂતિ અંગૂરીન સાક્ષી આપવા બોલાવતાં તેની યોજના નિષ્ફળ
જાય છે. અંગૂરીની ભ્રામક વાત અનુસાર તેના દાદાજીએ તેને એવી માહિતી આપી છે કે
વિભૂતિ અને હપ્પુ અંગ્રેજ છે, જેમણે ભૂતકાળમાં તેમના મિત્રોને ત્રાસ આપ્યો હતો. આ
સાંભળીને તે વિભૂતિને મદદ નહીં કરવાનું અને તેમનાથી દૂર રહેવાનું નક્કી કરે છે.”
આસીફ શેખની ભૂમિકા ભજવતો વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “અંગૂરી ભાભીનું વિચિત્ર
વર્તન જોઈને વિભૂતિ અને તિવારી ડોક્ટરની સલાહ લે છે અને તે રાસાયણિક સમસ્યાથી
પીડાઈ રહી છે એવું જાણવા મળે છે. આ મોજીલી વાર્તા છે અને છતાં ભારતને લોકશાહી
દેશ બનાવાયો તે આઝાદી મેળવવા માટે લડત આપનારા ઘણા બધા ભારતીયોની આપણને
યાદ પણ અપાવે છે.”