રશિયન પ્રેસિડન્ટ વલાદિમીર પુતિનએ આજે યૂક્રેનમાં મિલિટ્રી ઓપરેશનની જાહેરાત કરી છે. એવું કરતાં તેણે કહ્યું કે, તેનું લક્ષ્ય નાગરિકોની સુરક્ષા આપવાનું છે. ટીવી પર પ્રસારિત તેમનાં એક સંદેશમાં પ્રેસિડન્ટ પુતિને કહ્યું કે, તેમણે આ કાર્યવાહી યૂક્રેન તરફથી ઉદ્ભવતા ખતરાને જોતા કરી છે.પુતિને તેમનાં સંબોધનમાં એમ પણ કહ્યું છે કે, રશીયાની યૂક્રેન પર કબ્જો કરવાની કોઇ જ મંશા ન હતી. આ ખુન-ખરાબા માટે યૂક્રેન પોતે જ જવાબદાર છે. તેમણે કહ્યું કે, રશિયાનાં આ મિલિટ્રી ઓપરેશનનો લક્ષ્ય યૂક્રેનનાં વિસૈન્યીકરણનો છે.તેમણે યૂક્રેનની સેનાને પણ આ અપીલ કરી છે કે, તેઓ હથિયાર નાંખીને ઘરે પરત ફરી જાય. રાષ્ટ્રપતિ પુતિને અન્ય દેશોને ચેતાવણી આપતાં કહ્યું કે, રશિયાને આ એક્શનમાં કોઇ દખલ દેવાનો પ્રયાસ ન કરતાં. જો કોઇ દેશ તરફથી આવો પ્રયાસ કરવામાં આવ્યો તો પછી તે પોતે તેનું પરિણામ ભોગવવા તૈયાર રહે.
ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને જીનિયસ કહ્યો- ટ્રમ્પે પુતિનને જીનિયસ કહ્યાં અને કહ્યું કે, જો તે સત્તામાં હોત તો રશિયા યૂક્રેનને ધમકાવતો નહીં. એક રેડિયો પ્રોગ્રામમાં એન્કરે ટ્રમ્પને સવાલ કર્યાં કે, રશિયા દ્વારા યૂક્રેનનાં બે ક્ષેત્રોને સ્વતંત્ર ક્ષેત્રની માન્યા આપવામાં મામલે શું કહેશો? તેનાં જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, મે ટીવી પર જોયું અને કહ્યું કે, આ તો જિનિયસ છે. એટલું જ નહીં ટ્રમ્પે પુતિનની તુલના એક શાતિદુત સાથે કરી અને કહ્યું કે, અમેરિકાએ યૂક્રેનમાં રશિયાની કાર્યવાહીથી સબક લેવો જોઇએ. અને મેક્સિકોની સાથે તેની દક્ષિણી સીમા પર એવું જ વલણ રાખવું જોઇએ. ટ્રમ્પે અહીં સુધી કહ્યું કે, પુતિન સૌથી મજબૂત શાંતિ દૂત છે. અને આપણે આ જ સમજણનો ઉપયોગ આપણી દક્ષિણી સીમા પર કરવો જોઇએ.