ભારતના દિગ્ગજ ઓફ-સ્પિનર હરભજન સિંઘ અને પાકિસ્તાનના લોકપ્રિય ફાસ્ટ બોલર શોએબ અખ્તર ડીપી વર્લ્ડ ILT20ની ત્રીજી આવૃત્તિ માટે સજ્જ થઇ રહ્યાં છે. ક્રિકેટના આ દિગ્ગજો ફરી એકવાર ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપશે જેનું પ્રસારણ ઝીના 15-લિનિયર ટીવી ચેનલો, ઓટીટી પ્લેટફોર્મ ઝી5 અને તેના સિન્ડિકેટ ભાગીદારોના ટીવી અને ડિજિટલ નેટવર્ક્સ પર વિશેષ રીતે કરવામાં આવશે.18 વર્ષની ઉજ્જવળ કારકિર્દીમાં તમામ ફોર્મેટમાં 711થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટો સાથે ક્રિકેટના અનુભવી ખેલાડી હરભજન સિંઘ શરૂઆતથી જ ILT20નો અભિન્ન ભાગ રહ્યા છે. આ 44 વર્ષીય ખેલાડી બંન્ને સિઝનમાં કોમેન્ટ્રી પેનલમાં પણ સામેલ થયા હતાં. બીજી તરફ પાકિસ્તાન માટે 444 આંતરરાષ્ટ્રીય વિકેટો મેળવનાર શોએબ અખ્તર પણ સ્પર્ધાની બીજી સિઝન માટે ILT20 માં જોડાયા છે અને એમ્બેસેડર તરીકેની તેમની ભૂમિકા ચાલુ રાખશે.આ લીગ વિશે વાત કરતા ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિજિટલ અને બ્રોડકાસ્ટ રેવન્યુના ચીફ ગ્રોથ ઓફિસર આશિષ સેહગલે જણાવ્યું હતું કે, “હરભજન સિંઘ અને શોએબ અખ્તર જેવા ક્રિકેટ દિગ્ગજોનું એમ્બેસેડર તરીકે પુનરાગમન ટુર્નામેન્ટમાં ઘણું મહત્વપૂર્ણ છે કે જેઓ વિશ્વભરના ચાહકો માટે તેની અપીલને વધારે છે. ઝી એન્ટરટેઈનમેન્ટ ખાતે અમે અમારા દર્શકોને વિશ્વસ્તરીય રમતગમતનો અનુભવ પૂરો પાડવા માટે કટીબદ્ધ છીએ તથા અમારી પ્રસારણ રણનીતિ દરેક જગ્યાએ પ્રેક્ષકો માટે પ્રીમિયમ સ્પોર્ટ્સ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાના અમારા ઉદ્દેશ્યને પ્રકાશિત કરે છે.”ડીપી વર્લ્ડ ILT20ની આગામી મહિનાભરની ત્રીજી આવૃત્તિ 11 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થશે તથા ફાઇનલ 09 ફેબ્રુઆરી 2025ના રોજ રવિવારના રોજ યોજાશે. બોલિવૂડ નિર્માતા અને અભિનેતા જેકી ભગનાની અને રિધિમા પાઠક ઉદઘાટન સમારોહને હોસ્ટ કરશે જે બોલીવુડ સુપરસ્ટાર શાહિદ કપૂર, પૂજા હેગડે અને સોનમ બાજવાના બેજોડ પર્ફોર્મન્સ આપશે. આ સમારોહ સાંજે 06 વાગ્યે (સ્થાનિક સમય) શરૂ થશે. જોકે દર્શકોને સાંજે 4 વાગ્યે (સ્થાનિક સમય) સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. ચાહકો ઝી નેટવર્ક અને તેના સિન્ડિકેશન ભાગીદારોના વિશ્વભરના પ્રસારણને લીનિયર અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જોઈ શકે છે.ક્રિકેટ ચાહકો આ એક્શનથી ભરપૂર ટુર્નામેન્ટ ઝીના સૌથી વધુ વિશાળ અને જોવાતા 15 લીનિયર ટીવી ચેનલો પર જોઈ શકે છે: &Pictures SD, &Pictures HD, Zee Cinema HD, Zee Anmol Cinema 2, Zee Action, Zee Biskope, Zee Zest SD, Zee Cinemalu HD, Zee Telugu HD, Zee Thirai, Zee Tamil HD, Zee Kannada HD, Zee Zest HD, &Flix SD અને &Flix HD. તે ભારતના અગ્રણી ઓટીટી પ્લેટફોર્મમાંથી એક – ઝી5 ઉપર પણ વિનામૂલ્યે જોવા મળે છે.આ સાંજ ભવ્ય ડીઆઇએસ કે જેને ધ રિંગ ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં શ્રેષ્ઠ રમતગમત અને બોલીવુડ સાથે ટી20 ક્રિકેટનો શ્રેષ્ઠ મેળાવડો જોવાની એક દુર્લભ તક પૂરી પાડે છે. ઉત્સાહમાં વધારો કરતાં ચાહકો ફક્ત એઇડી40માં ચાર ટિકિટની શાનદાર ઓફરનો આનંદ માણી શકે છે.
ઝી એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ એમ્બેસેડર હરભજન સિંઘ અને શોએબ અખ્તર સાથે DP World ILT20 સિઝન 3 માટે સજ્જ
Date: