અમદાવાદ ભારે વરસાદના લીધે જળબંબાકાર : જનજીવન ઠપ થયુ

0
13

ભારે પવન અને વીજળીના કડાકાની સાથે શરૂ થયેલા વરસાદે વહેલી પરોઢમાં અમદાવાદને ધમરોળી નાંખ્યુ : ૩ ઇંચથી વધુ વરસાદ : બોપલમાં બેના મોત
અમદાવાદ,તા. ૧૦
અમદાવાદ શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદે સમગ્ર અમદાવાદ શહેરનુ ધમરોળી નાંખ્યુ છે. ગઇકાલે સાંજે ધીમી ગતિથી વરસાદ શરૂ થયા બાદ મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે હાલત કફોડી બની હતી. શહેરના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણિપ અને ચાંદખેડા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ઘુટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા. જનજીવન સંપૂર્ણપણે ઠપ થઇ ગયુ હતુ. પાણી ભરાઇ જવાના કારણે સવારમાં લોકો અટવાયા હતા. મોટા ભાગની સ્કુલોમાં બાળકો પુરતી સંખ્યામાં પહોંચી શક્યા ન હતા. ભારે વરસાદ વચ્ચે પાણી ભરાઇ જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી હતી. લોકોના વાહનો પણ બંધ થઇ ગયા હતા. શહેરમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો હતો. અનેક વિસ્તારો પાણીમાં ડુબી ગયા હતા. દક્ષિણ બોપલમાં આવેલા ક્લબ સાત રોડ પર નિસર્ગ સોસાયટીમાં દિવાલ ધરાશાયી થતા ચાર લોકો દટાયા હતા. બનાવ અંગે જાણ થયા બાદ ફાયર બ્રિગેડની ટીમ તરત જ પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને હોÂસ્પટિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી બેના મોત થયા હતા. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા. શહેરમાં ચાર અન્ડરપાસને સાવચેતીના પગલારૂપે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં શાહીબાગ , ઉસ્માનપુરા, અખબારનગર, અને પરિમલ ગાર્ડન અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યા હતા. પાણી ભરાઇ જવાના કારણે અંડરપાસ બંધ કરવામા ંઆવ્યા હતા. જા કે ટ્રાÂફ્કના કારણે શાહીબાગ અને ઉસ્માનપુરા માર્ગને ખોલી દેવામાં આવ્યા હતા. શહેરના મોટા ભાગના વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. હાટકેશ્વર સર્કલ બેટમાં ફરવાયુ હતુ. ખોખરાથી હાટકેશ્વર, સીટીએમ રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તમામ જગ્યાએ પાણી ભરાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અમદાવાદ સહિત રાજયભરમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. જેના કારણે શહેરમાં ફરી એકવાર ચોમાસાની જારદાર જમાવટ મળી હતી. શહેરમાં મોડી રાત બાદ અને સમગ્ર દિવસ દરમ્યાન વરસાદના હળવાથી ભારે ઝાપટાં ચાલુ રહેવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં વધુ પાણી ભરાયેલા હોવાની ફરિયાદો સામે આવી હતી. તો, બાપુનગર ઇÂન્ડયા કોલોની ખાતે તો વરસાદી પાણીમાં કેમીકલયુકત પાણી માર્ગો પર જાવા મળતાં સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશ જાવા મળતો હતો. જા કે, અમ્યુકોના એક પણ અધિકારી આટલી ગંભીર ઘટના છતાં ત્યાં ફરકયા ન હતા. પાલડી અંજલિ ચાર રસ્તા નજીક મોટો ભુવો પડતાં તંત્ર દોડતુ થઇ ગયુ હતું. આ સિવાય પણ શહેરમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની, રસ્તાઓ તૂટવાની અને વૃક્ષો ધરાશયી થવાની સંખ્યાબંધ ઘટનાઓ નોંધાઇ હતી. હવામાન વિભાગ દ્વારા તા.૯ ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છ, ત્યારે અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના ઓઢવ, વટવા, નારોલ, નરોડા, બાપુનગર, નિકોલ, સરખેજ, ચાંદખેડા, સાબરમતી, ગોતા, પ્રહલાદનગર, સેટેલાઈટ, વેજલપુર, બોડકદેવ, એસજી હાઈવે, બોપલ, નારણપુરા, નવરંગપુરા, મેમનગર, સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેને પગલે શહેરના ઝાયડસ ચાર રસ્તા, સોલા ભાગવત, એસ.પી. રિંગ રોડ સહિત અનેક સ્થળોએ ટ્રાફિક જામ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડ્‌યા બાદ વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ સવારથી વિઝીબિલિટી ઓછી થઈ ગઈ હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં ૧૦ ઓગસ્ટના ૪૮ કલાક દરમિયાન અમદાવાદમાં ૧૦૦થી ૧૫૦ મીમી એટલે કે ૫થી ૮ ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા છે. આ ઉપરાંત કલાકના ૨૫થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે. જેને લઇ અમ્યુકો અને જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થઇ ગયુ છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી બની ગઇ છે. શહેરમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ થયો હતો. જા કે કેટલાક વિસ્તારમાં વરસાદ વધારે રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here