ગાંધીનગરમાં મેયરની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટર્સ વચ્ચે લોહિયાળ રણસંગ્રામ,ખુરશીઓના ઉછળી

0
8
news/MGUJ-GAN-OMC-LCL-today-mayor-eclection-in-gandhinagar-congress-corporator-kidnapped-gujarati-news-5978544-NOR.html?ref=ht
news/MGUJ-GAN-OMC-LCL-today-mayor-eclection-in-gandhinagar-congress-corporator-kidnapped-gujarati-news-5978544-NOR.html?ref=ht

ગાંધીનગર મહાનગરપાલિકાની મેયર ચૂંટણીએ આજે લોહીયાળ બની ગઇ છે. આજે મળેલી સામાન્ય સભામાં પ્રજાની સેવાના નામે મેવા ખાવાની સ્પર્ધામાં ભાજપ અને કોંગ્રેસે લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને કારણે થોડા મહીના પહેલા વિધાનસભામાં થયેલા રણસંગ્રામની યાદ તાજી થઇ ગઇ છે. સમગ્ર સભા દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે મારામારી થઇ હતી અને જેને પગલે લોકશાહીને લાંછન લાગ્યું હતું.

ખુરશીઓ ઉછળી

મહાનગરપાલિકામાં બીજી ટર્મના મેયર સહિત હોદ્દેદારોની ધનતેરસે ચૂંટણી થવાની પૂર્વ સંધ્યાએ હાઇ વોલ્ટેજ ડ્રામા થયો હતો. પીઢ કોંગ્રેસી પરિવારના અને બે ટર્મથી કોર્પોરેટર પદ્દે ચૂંટાતા સભ્ય અંકિત અશ્વીનભાઇ બારોટ ચૂંટણીના આગલા દિવસે બપોર બાદ ગાયબ થઇ જતાં કોંગ્રેસ પક્ષમાં ભાગદોડ મચી ગઇ છે અને રાત્રે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડા સમગ્ર હવાલો સોંપવામાં આવ્યો હતો. ભાજપ- કોંગ્રેસ વચ્ચે બોલાચાલી ઉગ્ર થતા કોંગ્રેસના કોર્પોરેટરોએ ખુરશીઓ ઉછાળતા મામલો તંગ બન્યો હતો.

અંકિત બારોટનું અપહરણ

વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ જણાવ્યું કે તેમના સભ્ય અંકિત બારોટનું અપહરણ કરાયું છે. બીજી બાજુ રાત્રે અંકિત બારોટના પત્ની ભૂમિકાબેન સહિત પરિવારજનો કોંગ્રેસના આગેવાનો સાથે સેક્ટર 21 પોલીસ સ્ટેશન ફરિયાદ આપી હતી. આ પહેલા સવારે 11 વાગ્યાના અરસામાં અંકિતે દુર્ગેશ ગઢવીને મેસેજ કર્યો હતો કે તેને કેતન અને ગિરિશ ઉર્ફે મગન પટેલ વાતચીતના બહાને તેમની સાથે વાવોલ બાજુ ક્યાંક લઇ ગયા છે.

પહેલી ટર્મમાં અંકિતને હોદ્દાની ઓફર હતી

અંકિત બારોટને પહેલી ટર્મ વખતે પણ ત્રણ પૈકી એક હોદ્દાની ઓફર આપી પક્ષ પલ્ટો કરવા ભાજપના સભ્યો અને સંગઠનના માણસોએ ઓફર કર્યાની વાત ચર્ચા બની હતી.

કોંગ્રેસ પક્ષના સારા સભ્યોને અમે આવકારીશું: ભાજપ શહેર પ્રમુખની સ્પષ્ટતા

ભાજપ મહાનગર પ્રમુખ મહેન્દ્રભાઇ દાસે જણાવ્યું કે કોંગ્રેસના સારા સભ્યો માટે પાર્ટીના દ્વારા હંમેશા ખુલ્લા છે. પાર્ટીમાં આવનાર કોંગ્રેસીઓને હોદ્દો આપવાનો નિર્ણય સ્થાનિક કક્ષાએથી લઇ શકાય નહીં તેમ કહ્યું હતુ.

કોંગ્રેસના સભ્ય તોડવાની જરૂર ના હોવા છતાં ખેલ પાડવામા આવ્યો હોવાની વ્યાપક ચર્ચા

ભાજપના 17 સભ્યો 32માંથી થતા હોવાથી કોંગ્રેસના સભ્ય તોડવાની જરૂર ના હોવા છતાં આવો ખેલ પાડવા પાછળ એવી ચર્ચા છે કે ભાજપ સંગઠનને આયાતી મેયર પ્રવિણભાઇ પટેલ પર વિશ્વાસ રહ્યો નથી.

ભાજપમાં પણ બધુ ઓલ ઇઝ વેલ નહીં હોવાની ચર્ચા વહેતી થતાં ચકચાર

કોંગ્રેસમાં તો ચૂંટણીની પૂર્વ સંધ્યાએ રમખાણ મચ્યુ હતું. પરંતુ ભાજપમાં પણ બધુ ઓલ ઇઢ વેલ નહીં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેના કારણે જ કોંગ્રેસના ચૂસ્ત સભ્ય ગણાતા અંકતિ બારોટ ગુમ થયાનું કહેવાય છે.

નાણાંનો વહિવટ કે ગંદુ રાજકારણ ખેલાયું

અંકિત બારોટ અને તેના પરિવારના સંબંધો પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ સાથે ઘાણા ગાઢ છે. પરિણામે આ મામલામાં સંબંધ કામ કરી ગયા, નાણાનો મોટો વહિવટ થઇ ગયો કે ખરેખરગંદુ રાજકારણ ખેલાયું તે ચર્ચા ચાલી છે.

news/MGUJ-GAN-OMC-LCL-today-mayor-eclection-in-gandhinagar-congress-corporator-kidnapped-gujarati-news-5978544-NOR.html?ref=ht
news/MGUJ-GAN-OMC-LCL-today-mayor-eclection-in-gandhinagar-congress-corporator-kidnapped-gujarati-news-5978544-NOR.html?ref=ht