હરેન પંડ્યા હત્યા કેસની તપાસ કરનારા વણઝારા જ હત્યારા? તો વણઝારા પાછળ કોણ?

0
1
/news/MGUJ-AHM-HMU-LCL-before-cbi-dg-vanzara-investigate-haren-pandya-murder-case-gujarati-news-5978689-NOR.html?ref=ht
/news/MGUJ-AHM-HMU-LCL-before-cbi-dg-vanzara-investigate-haren-pandya-murder-case-gujarati-news-5978689-NOR.html?ref=ht

તાજેતરમાં સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસના મુખ્ય સાક્ષી આઝમ ખાને મુંબઇમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં જુબાની આપીને મોટો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં આઝમ ખાને કહ્યું હતું કે, હરેન પંડ્યા(ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી)ની હત્યા ડી.જી. વણઝારાના ઇશારે સોહરાબુદ્દીને કરી હતી. પરંતુ આ ઘટનાની સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે, હરેન પંડ્યા હત્યા કેસની પ્રાથમિક તપાસ પણ ડી.જી. વણઝારાએ કરી હતી. આઝમ ખાનના આ નિવેદન બાદ હવે સવાલ એ થઇ રહ્યો છે કે, આ કેસમાં વણઝારા પાછળ કોણ છે?

હરેન પંડ્યા હત્યા કેસની પ્રાથમિક તપાસ વણઝારાએ કરી હતી

આ અંગે વિસ્તારથી વાત કરીએ તો 26 માર્ચ 2003ના રોજ અમદાવાદમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા થઇ હતી. ત્યાર બાદ આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી એવા ડી.જી.વણઝારાને સોંપવામાં આવી હતી. આ કેસમાં વણઝારાની ટીમ આ કેસના આરોપી રહી ચૂકેલા અસગર અલી સુધી પહોંચી હતી. જો કે ત્યારબાદ આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. આ સમયે સીબીઆઇએ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરેલી તપાસને આધાર માની તપાસ આગળ ધપાવી હતી. જેને પગલે

સીબીઆઇએ અસગર અલી સહિત 12 આરોપીઓની ધરપકડ કરી હતી. વર્ષ 2011 ગુજરાત હાઇકોર્ટે હરેન પંડ્યા હત્યા કેસના તમામ 12 આરોપીઓ વિરૂદ્ધ હત્યાના આરોપો પડતા મૂક્યા હતા.

(હરેન પંડયાની હત્યા ડીજી વણઝારાએ સોહરાબુદ્દીન દ્વારા કરાવી હતીઃ આઝમ ખાન)

આઝમ ખાનના નિવેદન બાદ ઉઠ્યા સવાલ

જે તપાસને આધાર માનીને સીબીઆઇએ તપાસ આગળ વધારી હતી, તે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી વણઝારાના સુપરવિઝનમાં થઇ હતી. આમ આઝમ ખાનના આ નિવેદન બાદ આ તપાસ સામે પણ અનેક સવાલો ઉઠે છે. તેમાં પણ આ કેસના તમામ આરોપીઓ નિર્દોષ છૂટી જતાં શંકા વધુ ઘેરી બની હતી.

સોહરાબુદ્દીન એન્કા.અને હરેન પંડ્યા મર્ડર કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા

હરેન પંડ્યા હત્યા કેસના ષડયંત્ર અને હત્યાના તમામ 12 આરોપીઓ હાઇકોર્ટમાં નિર્દોષ છૂટી ચૂક્યા છે. તો બીજી તરફ સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસમાં પણ અનેક આઇપીએસ અધિકારીઓ અને બિઝનેસમેન છૂટી ગયા છે.

શું છે હરેન પંડ્યા હત્યા કેસ

26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ હત્યા કેસમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે અડવાણીએ અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ, 2003માં હૈદરાબાદમાંથી અસગર અલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 25 જૂન, 2007ના રોજ હરેન પંડ્યા હત્યા કેસમાં નવને આજીવન કેદ, બે આરોપીઓને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.

કોણ છે ડી.જી. વણઝારા

ગુજરાતના ભૂતપૂર્વ ઇન્સ્પેક્ટર-જનરલ ડાહ્યાભાઈ ગોબરજી વણઝારા 1987ની બૅચના આઈપીએસ અધિકારી છે અને એક્સ્ટ્રા જ્યુડિસિલ કિલિંગના આરોપ હેઠળ તેઓ વર્ષ 2007થી 2015 સુધી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતની ઍન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વૉડના વડા રહી ચૂક્યા છે. તેમના પર ઇશરત જહાં ઍન્કાઉન્ટર, સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર નકલી હોવાના આરોપ સાથે તેમને આ બન્ને એન્કાઉન્ટર કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here