હિંડેનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદથી ગૌતમ અદાણીની સંપત્તિ 150 અબજ ડૉલરથી ઘટીને 53 અબજ ડૉલર પર પહોંચી ગઈ
હિંડેનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ જાહેર કર્યા બાદ ફરી એકવાર નવો રિપોર્ટ જાહેર કરવાના સંકેત આપવામાં આવ્યા
હિંડેનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ જાહેર કર્યા બાદથી અદાણી ગ્રૂપની જે હાલત થઈ તેનાથી સૌ કોઈ વાકેફ જ હશે. અદાણી ગ્રૂપના શેરોમાં લગભગ 85 ટકા સુધી કડાકો બોલાઈ ગયો હતો. આ દરમિયાન હિંડેનબર્ગ રિસર્ચ દ્વારા ફરી એકવાર એવી ટ્વિટ કરવામાં આવી છે જેણે બધાના ધબકારાં વધારી દીધા છે.
શું કર્યું છે ટ્વિટ?
હિંડેનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ જાહેર કર્યા બાદ ફરી એકવાર નવો રિપોર્ટ જાહેર કરવાના સંકેત આપવામાં આવ્યા છે. શોર્ટ સેલિંગ ફર્મે માહિતી આપી છે કે ટૂંક સમયમાં નવો રિપોર્ટ આવી રહ્યો છે. તેમાં પણ મોટો ખુલાસો કરવામાં આવશે. હિંડેનબર્ગે ૨૪ જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં અનેક આરોપો લગાવ્યા હતા.
અદાણી ગ્રૂપ પર શું થઈ હતી ઈફેક્ટ?
અદાણી ગ્રૂપ અંગે હિંડેનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદથી ગૌતમ અદાણીની સંપત્તિ ૧૫૦ અબજ ડૉલરથી ઘટીને 53 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. તે ફોર્બ્સના વર્લ્ડ રિચેસ્ટ પર્સનની યાદીમાં સીધા 35મા ક્રમ સુધી ગગડી ગયા હતા. જ્યારે ગૌતમ અદાણીના ગ્રૂપને 120 અબજ ડૉલરનું નુકસાન વેઠવું પડ્યું હતું.