પીરાણાંનો કચરાનો ડુંગર પ્રદૂષણના આંકને ઘટાડવામાં અંતરાયરૂપ છે સુએઝ ફાર્મની ૮૪ એકર જમીનમાં પથરાયેલો ૮૦ લાખ મેટ્રીક ટન કચરાનો મહાકાય ડુંગર ક્યાંક ૮૦ ફૂટ કનિદૈ લાકિઅ તો ક્યાંક ૧૪૦ ફૂટથી પણ વધુ ઊંચો છે. શહેરમાંથી રોજ નીકળતા ૩૮૦૦ ટન કચરામાંથી મોટાભાગનો ત્યાં ડમ્પ થાય છે. હાલ ૧૦૦૦થી ૧૨૦૦ ટન જેટલાં કચરાનું કનિદૈ લાકિઅ પ્રોસેસીંગ અકિલા થઇ શકે છે. આ ડુંગરના કારણે પીરાણાં વિસ્તારનું હવામાન સતત ૩૨૫થી ઉપર વેરીપુઅરની કેટેગરીમાં રહે છે. મીથેન ગેસના કારણે કનિદૈ લાકિઅ કચરાના ઢગલામાં રોજેરોજ આગ લાગતા ચારે તરફ ધુમાડો પ્રસરે છે. પીરાણાના કચરાના અકીલા ડુંગર અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જુદાં જુદા કનિદૈ લાકિઅ સમયે ૯ જેટલી નોટિસો મળી છે. આ અંગે મ્યુનિ. અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ વચ્ચે મીટીંગ પણ યોજવી પડી હતી.