અમેરિકાએ યુદ્ધ મામલે યુક્રેન માટે લીધો એવો નિર્ણય કે જેનાથી રશિયા ચોક્કસ અકળાશે!

0
12

રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકારે યુક્રેનને યુદ્ધ માટે 400 મિલિયન ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી

નવા સૈન્ય સહાય પેકેજમાં ટેન્ક અને બખ્તરિયાં વાહનોને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે જરૂરી અસ્થાયી બ્રિજ સહિત વિસ્ફોટક સામેલ છે.

અમેરિકા ફરી એકવાર યુક્રેનને મદદ કરવા આગળ આવ્યું છે.  રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકારે યુક્રેનને યુદ્ધ માટે 400 મિલિયન ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી છે. નવા સૈન્ય સહાય પેકેજમાં ટેન્ક અને બખ્તરિયાં વાહનોને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે જરૂરી અસ્થાયી બ્રિજ સહિત વિસ્ફોટક સામેલ છે.

અગાઉ બાઈડેન યુક્રેનની મુલાકાતે ગયા હતા 

અગાઉ 20 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના એક વર્ષ પૂરું થાય તે પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન કીવ પહોંચ્યા હતા જેના લીધે દુનિયા ચોંકી ગઈ હતી. તેમણે યુક્રેન પહોંચી રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. રશિયાએ યુક્રેન પર ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ હુમલો કર્યો હતો. ત્યારથી આ પહેલીવાર હતું જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ યુક્રેન પહોંચ્યા હતા. આ દરમિયાન ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આ મુલાકાત-વાતચીત અમને વિજયની ઘણી નજીક લાવી દેશે. 

વિદેશમંત્રી એન્ટની બ્લિંકને પણ નિશાન સાધ્યું 

આ દરમિયાન અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને પણ કહ્યું કે રશિયાને બેધડક રીતે યુક્રેન પર હુમલા કરવા દેવું સંભવિત આક્રમણકારીઓને પણ આવી જ છૂટ આપશે. બ્લિંકને ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રીઓની હાજરીમાં રાયસીના ડાયોગના સત્રમાં ચર્ચા દરમિયાન આ વાત કહી હતી. બ્લિંકને આ ટિપ્પણી દિલ્હીમાં રશિયન વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે નાનકડી મુલાકાતના એક દિવસ પછી કરી હતી.