આતંકીઓની બેરેકમાં ઈમરાનખાન કેદ : બાથરૂમમાં બારણું પણ નથી : કીડીઓ અને મચ્છરોનો અસહ્ય ત્રાસ ભોગવે છે

0
8

ઈમરાનખાનના વકીલે તેઓને અહીં જેલમાં મળ્યા પછી જણાવ્યું હતું કે ”ઈમરાનખાનને આતંકીઓ માટેની બેઠકમાં રાખવામાં આવ્યા છે. ત્યાં બાથરૂમમાં દરવાજો પણ નથી, કીડીઓ અને મચ્છરોનો અસહ્ય ત્રાસ છે”

તોશાખાના કેસમાં સજા થયા પછી પાકિસ્તાનના આ પુર્વ વડાપ્રધાનને જે જેલમાં (અટકની જેલમાં) રાખવામાં આવ્યા છે. તે જેલ ખુંખાર અપરાધીઓ અને આતંકીઓ માટેની જેલ છે.

ઈમરાનખાનને કોઈને મળવા પણ દેવાતા નથી. બે દિવસ પછી બપોરના સમયે તેઓના વકીલ નઈમ હૈદર પંજોડાને તેઓને મળવા દેવામાં આવ્યા હતા. આ પુર્વે પંજોડાએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ઈમરાનખાનની ધરપકડ સાથે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. સાથે તેવી પણ અરજી કરી હતી કે ઈમરાનખાનને ”એ-ક્લાસ”ની સુવિધા આપવામાં આવે. તે ઉપરાંત તેઓને તેમની ટીમને (પાર્ટીના અગ્રીમ નેતાઓને) મળવા દેવામાં આવે જ.

જોકે હજુ સુધી વહીવટીતંત્રે તેનો અમલ કર્યો નથી તે વધુ ઉલ્લેખનીય છે.

ઈમરાનખાનને મળ્યા પછી પંજોડાએ કહ્યું ઈમરાનખાનને ૯ ફીટ બાય ૧૧ ફીટની નાની એવી સી-સી-ક્લાસની બેરેકમાં રાખવામાં આવ્યા છે. તે બેરેકમાં ખુલ્લો બાથરૂમ છે. તેમાં નથી દીવાલ કે નથી દરવાજો રાત્રે વરસાદનું પાણી બેરેકમાં ઘુસી ગયું હતું. આટલી મુશ્કેલી વચ્ચે પણ ઈમરાનખાન ઈબાદત કરી રહ્યા છે. તેઓનો ઉત્સાહ જરા પણ ઘટયો નથી.

તેઓએ વધુમાં કહ્યું હતું કે ”જેલમાં ઈમરાનખાન મચ્છરો અને કીડીઓના ત્રાસથી ત્રાસી ગયા છે. ખાવામાં દાળ અને શાક અપાય છે. તેમ છતાં તેઓ કોઈ ફરીયાદ તો કરતા જ નથી. ઈમરાનખાને મને કહ્યું હતું કે તમો મીડીયાને જઈને કહો કે તેઓ ગુલામી કદી નહીં સ્વીકારે, ભલે પછી તેમને ”ડી” ક્લાસમાં નાખવામાં આવે પરંતુ ગુલામી નહીં સ્વીકારે. તેમણે વધુમાં કહ્યું કે તેમના ઘર ઉપર પણ હુમલા થઈ રહ્યા છે. તેમના બેડરૂમનો દરવાજો અને બારીઓ પણ તોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.