મુંબઈ,તા. ૭
આરબીઆઈની પોલિસી સમીક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતની ક્રેડિટ પોલિસી પ્રથમ વખત અસામાન્ય રહી છે. કારણ કે, પ્રથમ વખત રેપોરેટમાં ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૫ બેઝિક પોઇન્ટના અપેક્ષિત ઘટાડાની સામે ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે આરબીઆઈ દ્વારા ખુબ જ અલગરીતે વલણ અપનાવીને રેટમાં ઘટાડો કર્યો છે. એવી આશા છે કે, હજુ પણ વધુ રેટ કટની Âસ્થતિ જાવા મળી શકે છે. એમપીસી દ્વારા આર્થિક વિકાસ દરને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે. અગાઉના ૭૫ બેઝિક પોઇન્ટના ઘટાડા તબક્કાવારરીતે કરવામાં આવ્યા હતા. આરબીઆઈએ આ વખતે જીડીપી ગ્રોથનો અંદાજ સાત ટકાથી ઘટાડીને ૬.૯ ટકા કરી દીધો છે જે કોઇ વધારે ફેરફારનો સંકેત આપતો નથી પરંતુ આની અસર ચોક્કસપણે થઇ શકે છે. એમપીસીની બેઠકમાં જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડી દેવામાં આવ્યો છે. પ્રથમ અવધિ માટે ગ્રોથ ૫.૮-૬.૬ ટકા રાખવામાં આવ્યો છે. પ્રથમ ત્રિમાસિકમાં ગ્રોથ ખાસ રીતે નીચે રાખવામાં આવ્યો છે. માર્કેટ દ્વારા આપવામાં આવેલા સંકેત મુજબ આ અંદાજ છ ટકાથી નીચે રાખવામાં આવ્યો છે. એમપીસીની બેઠકમાં આજે વિવિધ પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. આરબીઆઈના કહેવા મુજબ ગ્રોથ આ વર્ષે ઓછો રહેશે પરંતુ ગતિ વધી શકે છે. રેપોરેટમાં હજુ ફેરફારની શક્યતા દેખાઈ રહી છે. જૂન મહિના માટેના કોર સેક્ટરના ડેટા ૦.૨ ટકા સુધી રહ્યા છે જે સંકેત આપે છે કે, ઔદ્યોગિક ગ્રોથનો આંકડો એક ટકાથી ઓછો રહ્યો છે. આ તમામ બાબતોની નોંધ આરબીઆઈની બેઠકમાં લેવામાં આવી છે. આરબીઆઈના ગવર્નર શક્તકાંત દાસે આજે કહ્યું હતું કે, આરબીઆઈ દ્વારા ૭૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો આજ પહેલા કરવામાં આવ્યો હોવા છતાં બેંકો દ્વારા માત્ર ૨૯ બેઝિક પોઇન્ટ સુધીનો લાભ સામાન્ય લોકોને આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, આરબીઆઈ દ્વારા જૂન સુધી વ્યાજદરમાં ૦.૭૫ ટકાનો ઘટાડો કર્યો છે પરંતુ બેંકોએ માત્ર ૦.૨૯ ટકાનો ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરી મહિના બાદથી રેપોરેટમાં આજના ૩૫ બેઝિક પોઇન્ટના ઘટાડા સાથે ૧૧૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આની સાથે વ્યાજદર ૫.૪૦ ટકા થયો છે. આજની બેઠકમાં ૪-૨ના મતથી રેટમાં કાપનો નિર્ણય લેવામાં આવ્યો હતો.