સુરક્ષા મુદ્દાઓના ઉકેલ બાદ ફાઈવજી લાવવા માટે સૂચન

0
84

નવી દિલ્હી, તા. ૬
દેશની ટોપ ટેલિકોમ કંપનીઓમાં સામેલ રહેલી ભારતી એરટેલનું કહેવું છે કે, ફાઈવજીના લોંચ પહેલા સુરક્ષા સાથે જાડાયેલી આશંકાઓનો નિકાલ લાવવામાં આવે તે જરૂરી છે. આના માટે નવી ટેકનોલોજીના લોંચની પ્રક્રિયા ૧૨થી ૧૮ મહિના ટળી જાય તો પણ કોઇ તકલીફ નથી. ટેલિકોમ સાધનો બનાવનાર કંપની નોકિયા અને હુવાવે બંને દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, ભારતને ફાઇવજી લોંચ કરવામાં વધારે વિલંબ કરવો જાઇએ નહીં. બંને કંપનીઓની સુરક્ષા સાથે જાડાયેલા વિષય ઉપર જુદા જુદા અભિપ્રાય રહ્યા છે. નોકિયાનું કહેવું છે કે, ફાઇવજી સાથે સંબંધિત સુરક્ષા અને એક ભુરાજકીય મામલો છે. માત્ર ટેકનોલોજી સાથે જાડાયેલા આ મામલા છે. નોકિયાનું કહેવું છે કે, ટેકનોલોજી સાથે જાડોયેલા મુદ્દાની સાથે સાથે રાજકીય મુદ્દો પણ રહેલો છે. હુવાવેના ચીનની સરકાર સાથે ખુબ નજીકના સંબંધ હોવાના કારણે સુરક્ષાઓ આશંકાઓ ચાલી રહી છે. દુનિયાભરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હુવાવે હવે ભારત જેવા દેશોમાં પણ વિશ્વાસ હાંસલ કરવાના પ્રયાસમાં છે. કંપનીનું કહેવું છે કે, આ ટેકનિકલ મામલો છે. રાજકીય મુદ્દો નથી. જા કે, સરકારે ખાતરી આપી છે કે, તે આધુનિક ટેકનોલોજી સાથે જાડાયેલા તમામ મુદ્દાઓ ઉપર વિચારણા કરી રહી છે.


એપ સાથે સંબંધિત સુરક્ષાઓની આશંકામાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ મારફતે સમાધાન લાવવામાં આવશે. ભારતી એરટેલના સીઈઓનું કહેવું છે કે, અમને નવી ટેકનોલોજી લાવવાને લઇને ઉતાવળ કરવી જાઇએ નહીં. અભ્યાસ અને ટ્રાયલ બાદ જ પગલા લેવામાં આવે તે જરૂરી છે. યોગ્ય સુરક્ષા આર્ટીટ્રેક્ચર વગર ફાઈવજીને લોંચ કરવામાં ઉતાવળ કરવી જાઇએ નહીં. ટેલિકોમ કંપનીઓ માટે લાયસન્સની શરતો હેઠળ ડેટાના વિવાદને દૂર કરી શકાય છે.