સૌનક વ્યાસ, અલિશા પ્રજાપતની ફિલ્મ ટીચર ઓફ ધ યર સિનેમાઘરોમાં આવી ગઈ છે. જેને જયંતિભાઈ ટાંક અને પાર્થ જે. ટાંક પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ફિલ્મમાં મેહૂલ બૂચ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કર જેવા જાણીતા ચહેરા છે. ફિલ્મ ખૂૂબ જ સરસ છે. અને ફિલ્મ આ પાંચ કારણોથી તમારે ખાસ જોવી જ જોઈએ.
ફિલ્મની સ્ટોરી છે હટકે
ફિલ્મ ટીચર ઓફ ધ યરની સ્ટોરી એકદમ હટકે છે. અત્યાર સુધી જે ફિલ્મો બની છે તે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને બની છે. પરંતુ આ ફિલ્મ ટીચરને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી અલગ છે સાથે તેની માવજત પણ ખૂબ જ સરસ છે.
વિદ્યાર્થીકાળના દિવસો ફરી યાદ કરવા
આ ફિલ્મ તમને તમારા જૂના દિવસોની ફરી યાદ અપાવશે. જો તમે એક તોફાની વિદ્યાર્થી હતા, તો આ ફિલ્મના કેટલાક પાત્રો સાથે તમે તમારી જાતને સાંકળી શકશો, અને તમને ફિલ્મ જોઈને તમારો ભૂતકાળ જરૂરથી યાદ આવી જશે.
ફિલ્મમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા
ફિલ્મમાં ઘણા સારા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. જેમકે બાળકના એડમિશન માટે વાલીઓનો ઈન્ટરવ્યૂ શા માટે લેવામાં આવે છે? ઈન્ટરવ્યૂ તો તેમને ભણાવનારા શિક્ષકોનો લેવામાં આવવો જોઈએ. કારણ કે બાળકનું ભવિષ્ય તેમના હાથમાં છે.ફિલ્મમાં સાંપ્રત મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે. જેમાંથી એક શિક્ષણ પદ્ધતિ પણ છે.
ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ
ટીચર ઓફ ધ યર બનવાની રેસ સરળ નથી. એક સમય એવો પણ આવે કે ફિલ્મના મુખ્ય પાત્રો સામસામે થઈ જાય છે. ટ્રેલરને જોઈને જ લાગે છે કે ફિલ્મમમાં ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે.
કમ્પ્લીટ એન્ટરટેઈનર
ફિલ્મમાં ડ્રામા છે, કૉમેડી છે, સસ્પેન્સ છે, ડાન્સ છે અને રોમાન્સ પણ. તો આ ફિલ્મમાં તમને તમામ પ્રકારનું મનોરંજન મળી રહેશે. ફિલ્મ કદાચ શિક્ષણ વ્યવસ્થા, શિક્ષકો અને વાલીઓ પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ બદલી નાખશે.
તો તમે પણ તમારા શિક્ષક અને પરિવાર સાથે જોઈ આવો આ સરસ મજાની ફિલ્મ!