– સાઉથ ઇઝરાયલના એક એપાર્ટમેન્ટ પર ગાઝા પટ્ટી તરફથી થયેલા રોકેટ હુમલામાં એકનું મોત
– સોમવારે ઇઝરાયલના હવાઇ હુમલામાં હમાસ કમાન્ડર સહિત 6 પેલેસ્ટિનિયન્સ અને એક ઇઝરાયના સૈનિકનું પણ મોત
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે તણાવે છેલ્લાં કેટલાંક દિવસોથી હિંસક સ્વરૂપ ધારણ કર્યુ છે. હવે આ તણાવ ઓર ભીષણ થવાની આશંકા છે. પેલેસ્ટાઇન તરફથી કરેલા રોકેટ હુમલાથી સાઉથ ઇઝરાયલમાં એક ઇમારત ધ્વસ્ત થઇ ગઇ હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. 2014ની ગાઝા વૉર બાદ ઇઝરાયલ પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. જવાબમાં ઇઝરાયલની સેના પણ ગાઝામાં પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓને નિશાન બનાવી રહી છે.
છેલ્લાં 24 કલાકમાં 370થી વધુ રોકેટ હુમલાઃ ઇઝરાયલ
– ઇઝરાયલનો દાવો છે કે, સોમવારે બપોર બાદ તેના ઉપર ગાઝાની તરફ અંદાજિત 370 રોકેટથી હુમલો કર્યો, જેમાંથી અંદાજિત 100ને ઇન્ટરસેપ્ટ કરીને નિષ્ફળ કરી દેવામાં આવ્યા.
– હકીકતમાં, ઇઝરાયલ સ્પેશિયલ ફોર્સના ગાઝા પટ્ટીમાં ઘાતક અભિયાન ચલાવ્યા બાદથી ગાઝા તરફથી રોકેટ હુમલા થઇ રહ્યા છે.
– ઇઝરાયલની સેનાનું કહેવું છે કે, ગાઝા તરફથી પ્રતિ મિનિટ એકથી વધુ રોકેટ હુમલા કરવામાં આવી રહ્યા છે. સેનાએ રોકેટ હુમલાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.
– મંગળવારે ગાઝાની તરફથી ફેંકવામાં આવેલું એક રોકેટ દક્ષિણ ઇઝરાયલમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર પડ્યું.
– ઇઝરાયલની મેડિકલ સર્વિસે આ હુમલામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે. હુમલામાં એક મહિલા પણ ઘાયલ થઇ છે, જેની હાલત ગંભીર છે.
ઇઝરાયલ હવાઇ હુમલામાં હમાસની ટીવી ઇમારત ધ્વસ્ત
– ગાઝા પટ્ટીમાં મંગળવારે ઇઝરાયલ હવાઇ હુમલામાં હમાસની અલ-અક્સા ટીવીની ઇમારત ધ્વસ્ત થઇ ગઇ.
– ઇમારતને હવાઇ હુમલામાં ધ્વસ્ત કરતા પહેલાં ઇઝરાયલે ચેતવણીવાળા સંખ્યાબંધ હુમલા કર્યા હતા, ત્યારબાદ ત્યાં કામ કરી રહેલા લોકોને ઇમારતમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
– ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓ વચ્ચે હિંસા ભડક્યા બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો. હમાસે ગાઝા સિટીમાં ઇમારત ધ્વસ્ત થયાની પુષ્ટિ કરી દીધી છે. – વળી, ઇસ્લામિક જેહાદીઓએ ઇઝરાયલ કાર્યવાહીનો જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ થવાના તત્કાળ સમાચાર નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચેતાવણીભર્યા હુમલા બાદ જ અહીં કામ કરનારા લોકેને ઇમારતમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
એક દિવસ પહેલા માર્યા ગયા હતા હમાસ કમાન્ડર સહિત 6 પેલેસ્ટાઇન
– ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ સેનાના એક અભિયાન દરમિયાન સોમવારે બંને તરફથી શરૂ થયેલાં ફાયરિંગ અને હુમલાનો દોર હજુ પણ યથાવત છે.
– સોમવારે પેલેસ્ટાઇન અધિકારીઓએ ઇઝરાયલ હુમલામાં 6 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. મૃતકોમાં હમાસના સશસ્ત્ર વિંગના એક સ્થાનિક કમાન્ડર નૂર બરાકા પણ સામેલ હતા.
– સોમવારે એક ઇઝરાયલ સૈનિકનું પણ મોત થયું હતું.