Sunday, March 8, 2026
HomeGujaratAhmedabadએનીસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા એક કેસમાં નિર્દોષ છૂટ્યા: હજુ ડઝનથી વધુ કેસ...

એનીસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા એક કેસમાં નિર્દોષ છૂટ્યા: હજુ ડઝનથી વધુ કેસ બાકી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અમદાવાદ: પોરબંદરના કુતિયાણા વિધાનસભા બેઠકના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને વર્ષ ૧૯૯૮માં પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાની ફરિયાદમાં પુરાવાના અભાવે ગુજરાત હાઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે. હાઈ કોર્ટે કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી હતી. કાંધલ જાડેજા સામે હાલ ૧૫ કેસો નોંધાયેલા છે. આ ૧૫ કેસોમાં ગેરકાયદેસર હથિયાર, ખંડણી, હુમલો, રમખાણ, કસ્ટડીમાંથી ફરાર થવું અને નકલી દસ્તાવેજો સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટની સૂચના બાદ ગુજરાત હાઈ કોર્ટે નીચલી કોર્ટોને નિર્દેશ આપ્યો છે કે, ગુજરાતના વર્તમાન અને પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે ચાલી રહેલા કેસોની નિયમિત સુનાવણી કરી સત્વરે તેનો નિકાલ કરવામાં આવે. ગુજરાત હાઈ કોર્ટમાં કાંધલ જાડેજા સામેના પડતર કેસોની સુનાવણી પણ શરૂ કરવામાં આવી હતી. પોરબંદરમાં વર્ષ ૨૦૦૫ના એક હત્યા કેસમાં કાંધલ જાડેજોને નિર્દોષ છોડી મૂક્યા હતા. જેની સામે સરકારે ગુજરાત હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી સોમવારથી ગુજરાત હાઈ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ કરેલી એફિડેવિટમાં પોરબંદર, રાજકોટ અને અમદાવાદમાં કુલ ૧૫ કેસો નોંધાયેલા છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here