ઓમિક્રોનનો ખતરો હોવા છતાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વન ડે રમવા જશે

0
13
ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પગલે વિશ્વના તમામ દેશ અલર્ટ થઈ ગયા છે, ત્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ અને વન ડે મેચ રમવા માટે દક્ષિણ આફ્રિકા જશે,
ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પગલે વિશ્વના તમામ દેશ અલર્ટ થઈ ગયા છે, ત્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ અને વન ડે મેચ રમવા માટે દક્ષિણ આફ્રિકા જશે,

BCCIએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પગલે વિશ્વના તમામ દેશ અલર્ટ થઈ ગયા છે, ત્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ અને વન ડે મેચ રમવા માટે દક્ષિણ આફ્રિકા જશે, પણ T20 મેચ મોકૂફ રખાઈ છે.

એજન્સી ANI સાથે વાત કરતાં BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે ભારતની ટીમ ત્રણ ટેસ્ટ અને ત્રણ વન ડે રમવા માટે દક્ષિણ આફ્રિકા જશે, પરંતુ T20 બાદમાં રમાશે, એટલે કે એ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે.

બીજી તરફ, BCCIના અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે અને આ માટે બન્ને દેશના બોર્ડ એકમેકના સંપર્કમાં છે.

દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ 3 ટેસ્ટ, 3 વન-ડે અને 4 ટી-20 મેચ રમવાની છે. આ સિરીઝ 17 ડિસેમ્બરથી શરૂ થવાની છે.