નવી દિલ્હી, તા.૧
કર્ણાટકમાં તત્કાલિન વિધાનસભા અધ્યક્ષ દ્વારા અયોગ્ય જાહેર કરવામાં આવેલા કોંગ્રેસ-જેડીએસના ૧૪ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં આજે અપીલ દાખલ કરી દીધી હતી. અયોગ્ય જાહેર કરવાના સ્પીકરના નિર્ણય સામે આ અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સંતુષ્ટ ધારાસભ્યોમાં ૧૧ કોંગ્રેસી અને ત્રણ જેડીએસના સભ્યો છે. કોંગ્રેસે પોતાના અસંતુષ્ટ ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિ બદલ બહારનો રસ્તો બતાવી દીધો છે. આ ધારાસભ્યોએ ૨૩મી જુલાઈના દિવસે ગૃહમાં ઉપસ્થત રહેવા માટે પાર્ટી તરફથી જારી કરવામાં આવેલા આદેશનો ભંગ કર્યો હતો. ત્યારબાદ વિધાનસભામાં બીએસ યેદીયુરપ્પા સરકારના વિશ્વાસમતથી એક દિવસ પહેલા વિધાનસભા તત્કાલિન અધ્યક્ષ કેઆર રમેશે તેમને અયોગ્ય જાહેર કર્યા હતા. તેમને અયોગ્ય જાહેર કરવા સામે આ સભ્યોએ સુપ્રીમમાં આજે અપીલ કરી હતી.