અમદાવાદઃ કિંજલ દવે ચાર ચાર બંગડી ગીતને લઈને ફરી વિવાદમાં સપડાઈ છે. કિંજલને આ ગીત માટે ફરી એક વાર કોર્ટની નોટિસ મળી છે. ઉલ્લેખનીય છે કે હવે નવરાત્રી નજીક છે ત્યારે કિંજલ દવેની તારીખો પણ પેક થઈ ચુકી છે. ઈન્વેસ્ટર્સની ફોર્માલીટીઝ પણ તેમાં પુર્ણતામાં છે. તેવા સંજોગોમાં કિંજલ દવે માટે આ નોટિસે મુશ્કેલી લાવી છે. અગાઉની જેમ જ આ ચાર ચાર બંગડી ગીતના કોપીરાઈ માટે કિંજલને નોટિસ મળી છે.
જોકે આ વખતે કોપિરાઈટ ક્લેઈમ કરનાર કોઈ અન્ય નહીં પણ એ જ ઓસ્ટ્રેલિયાના ગુજરાતી અને કિયાવાડી કિંગ તરીકે જાણિતા સિંગર કાર્તિક પટેલ જ છે.
તેમણે આ મામલે ફરીવાર ક્લેઈમ કર્યો છે. સિટી સિવિલ કોર્માં દાવો કરાયો છે. જેને પગલે કોર્ટે કિંજલ દવેને નોટિસ મોકલી છે. કિંજલે ફરી એક વાર કોર્ટમાં જવાબ કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કોમર્શિયલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. જે તે સમયે કોર્ટમાં કેસ દાખલ થયા દરમિયાન ગીતના કોમર્શિયલ યુઝ પર પ્રતિબંધ મુકાયો હતો. સાથે જ કિંજલ દવેને આ ગીત ગાવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો. કોર્ટના આદેશ પ્રમાણે કિંજલે પછીથી જાહેરમાં આ ગીત ગાવાનું બંધ કરી દીધું હતું.
જે પછી આ વર્ષની જાન્યુઆરીમાં ગુજરાત હાઈકોર્ટએ કિંજલને રાહત આપી હતી અને કોમર્શિયલ કોર્ટના ગીત ગાવાના પ્રતિબંધને હટાવી લીધો હતો. કાર્તિકનું કહેવું છે કે, કિંજલ દવેએ નકલ કરીને ગીત ગાયું છે. તેથી કોપીરાઈટને ભંગ થાય છે.