વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ માટે કેવડિયા આવી રહ્યા છે. ત્યારે આદિવાસીઓના હક્કોને લઇને સમગ્ર આદિવાસી પંથકમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલના બંધને સફળ બનાવવા માટે ડેડિયાપાડામાં પ્રચાર રહી રહેલા બીટીએસના 16 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ સમયે બીટીએસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
કેવડિયામાં PM મોદીના કાર્યક્રમના વિરોધમાં કાલે આદિવાસીઓનું બંધ એલાન
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને પગલે આદિવાસી સંગઠનોએ અંબાજીથી લઇને ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં આવતીકાલે 31 ઓક્ટોબરે બંધનું એલાન આપ્યું છે. જેથી નર્મદા જિલ્લામાં હાલ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આવતીકાલના બંધને સફળ બનાવવા માટે પ્રચાર કરી રહેલા બીટીએસના 16 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જેને કારણે બીટીએસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અટકાયત કરેલા કાર્યકરોને આવતીકાલે વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને અજ્ઞાત સ્થળે રાખવામાં આવે તેવી શક્યતા છે.