Sunday, February 2, 2025
HomeGujaratAhmedabadગાયિકા કિંજલ દવે પણ અંતે ભાજપમાં: ફેન્સમાં રોમાંચ

ગાયિકા કિંજલ દવે પણ અંતે ભાજપમાં: ફેન્સમાં રોમાંચ

Date:

spot_img

Related stories

બજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે...

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા...

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 8-9 માર્ચ,...

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન...

Budget 2025 : શું થયું સસ્તું અને શું થયું...

આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી...

કાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને...

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા...

કલર્સના શો “સુમન ઇન્દોરી”માં, વિક્રમના રૂપમાં અંગદ હસીજાની એન્ટ્રી

દેરાણી- જેઠાણીની શ્રેષ્ઠ પ્રતિદ્વંદિતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ, કલર્સના...

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ...

ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ZTHPL) એ ઝાયડસ લાઈફસાયન્સિસ...
spot_img

કિંજલ પિતા સાથે કમલમમાં ભાજપમાં જોડાઈ : કિંજલને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્‌યા, પ્રદેશ પ્રમુખે પક્ષમાં આવકારી

અમદાવાદ, તા.૨૩
જાણીતી લોકગાયિકા અને ચાર ચાર બંગડી…ફેમ કિંજલ દવે આખરે ભાજપમાં જોડાઈ ગઇ હતી. કિંજલ દવે ભાજપમાં જાડાતાં ભાજપને બહુ મોટો ફાયદો ચૂંટણીઓ અને તેના રાજકીય કાર્યક્રમો વખતે તેના લોકપ્રિય ગીતો ગવડાઇને ભાજપને મળી શકે તેવુ મનાઇ રહ્યું છે. ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ગુજરાતી લાકગાયિકા કિંજલ દવે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્‌યા અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત્‌ પ્રવેશ આપ્યો હતો. કિંજલ દવે તેના પિતા સાથે ભાજપમાં જાડાઇ ગઇ હતી. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયા અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કિંજલને પક્ષમાં આવકારી તેને અભિનંદન પણ પાઠવ્યા હતા. કિંજલ દવેનો જન્મ તા.૨૪ નવેમ્બર ૧૯૯૯ના રોજ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. કિંજલ દવેનું બાળપણ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પસાર થયું છે. કિંજલના પિતા લલિત દવે હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા તે મિત્ર મનુ રબારી સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને જાનડિયો લગ્નગીત આલબમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું. કિંજલને બાળપણથી જ ગાવાનો શોખ હતો, અને ધીમે ધીમે આ શોખ જ પ્રોફેશન બની ગયો. કિંજલની પવન જોશી સાથે સગાઈ થઈ ચૂકી છે. બન્ને ઘણીવાર વિવિધ ઈવેન્ટ્‌સમાં પણ સાથે જોવા મળે છે. આજે તો કિંજલ દવે સમગ્ર ગુજરાતમાં ફેમસ થઈ ચૂકી છે. તેણી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે. તેણે પોતાના કંઠના તાલે ગુજરાતીઓને ઘેલા કર્યા છે અને દિવાના બનાવ્યા છે. ગુજરાતી સંસ્કૃતિ, લોકસાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાતી ગાયક કલાકારો પણ વિદેશમાં જાણીતા છે. પણ મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કિંજલ દવે નામની યુવતી ધૂમ મચાવી રહી છે, ત્યારે ભાજપે હવે આ લોકપ્રિય ગાયિકાને ભાજપમાં પ્રવેશ આપી વધુ એક જાણીતી હસ્તીને પક્ષમાં સમાવી છે.

બજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે...

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા...

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 8-9 માર્ચ,...

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન...

Budget 2025 : શું થયું સસ્તું અને શું થયું...

આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી...

કાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને...

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા...

કલર્સના શો “સુમન ઇન્દોરી”માં, વિક્રમના રૂપમાં અંગદ હસીજાની એન્ટ્રી

દેરાણી- જેઠાણીની શ્રેષ્ઠ પ્રતિદ્વંદિતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ, કલર્સના...

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ...

ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ZTHPL) એ ઝાયડસ લાઈફસાયન્સિસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here