Tuesday, November 19, 2024
HomeGujaratગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા, કેડિલા ફાર્માના રાજીવ મોદી-મોનિકાના ડિવોર્સ પર કોર્ટની મહોર

ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા, કેડિલા ફાર્માના રાજીવ મોદી-મોનિકાના ડિવોર્સ પર કોર્ટની મહોર

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

વાર્ષિક 2000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન રાજીવ મોદી અને મોનિકા ગરવારેના 26 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો છે. આજે સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ ફેમિલી કોર્ટે રાજીવ મોદી અને મોનિકાના છૂટાછેડા મંજૂર કર્યા છે. તેમજ કોર્ટે ડિવોર્સ માટેનો કુલિંગ પીરિયડ પણ રદ કર્યો છે. દેશભરમાં સૌથી મોટી રકમનું ભરણપોષણ લઇ છૂટાછેડા લેવાયા હોય એવી આ બીજા નંબરની જ્યારે ગુજરાતની પહેલા નંબરની ઘટના છે. આ ડિવોર્સ માટે રાજીવ મોદીએ મોનિકા ગરવારેને 200 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જ્યારે આ પહેલા ફિલ્મ એક્ટર ઋત્વિક રોશને સુઝાનખાનને 400 કરોડ ચૂકવીને છૂટાછેડા મેળવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટ માસમાં બન્ને વચ્ચેના ઝઘડાનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તેમજ મોનિકાએ રાજીવ પર વ્યભિચારનો તથા પોતાનું ગળું દબાવવાનો આરોપ મુક્યો હતો.

પિતાને મળી પુત્રની કસ્ટડી

આ હાઇપ્રોફાઇલ કેસમાં આજે ચૂકાદો જાહેર થયો ત્યારે બંને પક્ષ તરફથી કુલ 35 વ્યક્તિ હાજર રહ્યાં હતા. કોર્ટના ચૂકાદા પ્રમાણે રાજીવ અને મોનિકાનો 17 વર્ષીય દીકરાની કસ્ટડી રાજીવ મોદી પાસે રહેશે.

કોર્ટમાં કહ્યું 2012થી લગ્ન જીવનનો હક્ક ભોગવતા નથી

રાજીવ અને મોનિકાએ પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. ત્યાર બાદ ફેમિલી કોર્ટના જજે બન્ને લોકોના નામ પૂછીને કહ્યું હતું કે, છૂટાછેડાની અરજી ઉપર ફેરવિચારણા કરવી છે કે કેમ?. જેના જવાબમાં બન્નેએ કોર્ટને કહ્યું હતું કે, 2012થી લગ્ન જીવનના હક્ક ભોગવતા નથી અને અમે બન્ને સંમતિથી અલગ થવા માંગીએ છીએ. આ જવાબ બાદ ફેમિલી કોર્ટે ડિવોર્સની અરજીનો ચૂકાદો 30 ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો હતો. ત્યાર બાદ આજે કોર્ટે બન્નેના ડિવોર્સ પર મંજૂરીની મહોર મારી દીધી છે.રાજીવ મોદીએ મોનિકાને કાયમી ભરણપોષણ પેટે રૂ.200 કરોડ આપવાના અને તેના બદલામાં મોનિકાએ કેડિલા ફાર્મા સહિતની રાજીવ મોદીની તમામ સંપત્તિ પરથી હક્કો જતા કરવાની શરત રાખવામાં આવી હતી. મોનિકા મોદી તરફથી સિનિયર એડવોકેટ સુધીર નાણાવટી અને રાજીવ મોદી તરફથી શાલિન મહેતાની હાજરીમાં આ શરતો નક્કી થઇ હતી. સોલા પોલીસ મથકમાં નક્કી થયા પ્રમાણે રાજીવ મોદીએ રૂ.200 કરોડ આંબાવાડીની બેંક ઓફ બરોડામાં એક એસ્ક્રો એકાઉન્ટ ખોલાવી ભરી દીધા હતા. જયારે મોનિકાએ તેના હક્કો છોડી દેવા માટેના દસ્તાવેજો ઉપર સહીઓ કરી દીધી હતી. આ એસ્ક્રો એકાઉન્ટ અને દસ્તાવેજો બંને પક્ષકારોના વકીલોના એસ્ક્રો એજન્ટ પાસે સંયુક્તપણે રાખવામાં આવ્યું હતું. આમ હવે કોર્ટે છૂટાછેડા પર મહોર મારી દેતા તે ડોક્યુમેન્ટ્સની આપ લે કરવામાં આવશે.

(રડતા રડતા બોલી દુષ્કર્મ પીડિતા, છબીલ તું જ ખલનાયક છે, તે જે જે પાપ કર્યા છે તે બહાર આવશે)

1992માં થયા હતા રાજીવ-મોનિકાના લગ્ન

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન રાજીવ મોદી અને મોનિકાના 18 જાન્યુઆરી 1992ના રોજ લગ્ન થયા હતા. ત્યાર બાદ લગ્ન જીવનમાં ખટરાગ થતા ગત ઓગસ્ટ માસમાં ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો હતો.

ગરવારે પોલિસ્ટરની વાઈસ ચેરમેન છે મોનિકા

મોનિકા મોદી અંગે વાત કરીએ તો તે મુંબઈ સ્થિત ગરવારે પોલિસ્ટર લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન શશિકાંત ગરવારેની પુત્રી છે. મોનિકાએ ન્યૂયોર્કની વાસ્સર કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી, જ્યારે જોસેફ આઈ. લુબિન સ્કૂલ ઓફ બિઝનેસમાં એમબીએ કર્યું છે. જ્યારે મોનિકા ગરવારે પોલિસ્ટર લિમિટેડમાં વાઈસ ચેરમેન અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. તેમજ બીજી 10 કંપનીઓના બોર્ડમાં પણ ડિરેક્ટરની જવાબદારી સંભાળી રહ્યા છે. તે મુંબઈના હાઈ પ્રોફાઈલ સોશિયલ સર્કલમાં પણ ખૂબ જાણીતી છે.

બાયોલોજિકલ સાયન્સમાં પી.એચ.ડી. છે રાજીવ મોદી

રાજીવ મોદી કેડિલા ફાર્માના સ્થાપક ઈન્દ્રવદન મોદીના દીકરા છે. કેડિલાની છ દાયકા પહેલા સ્થાપના કરવામાં આવી હતી. રાજીવ મોદીએ આઈઆઈટી-બોમ્બેમાં અભ્યાસ કર્યો છે અને 2012માં પિતા ઈન્દ્રવદન મોદીના નિધન બાદ કેડિલા ફાર્માના સી.એમ.ડી. બન્યા હતા. રાજીવ મોદીએ યુનિવર્સિટી ઓફ મિશિગન, અન અર્બોર(અમેરિકાના મિશિગન રાજ્યનું એક શહેર) યુએસમાં બાયોલોજિકલ સાયન્સમાં પી.એચ.ડી. કર્યું હતું. જ્યારે આઈઆઈટી-બોમ્બેમાં કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક કર્યું છે.

અમેરિકા સુધી ફેલાયેલી છે કેડિલા ફાર્મા

કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દેશની ટોચની ફાર્મા કંપનીઓમાંની એક છે. તેનું હેડ ક્વાર્ટર અમદાવાદમાં આવેલું છે. હાલ કંપની વૈશ્વિક સ્તરે ઝડપી ફેલાવો કરવા માટે યુરોપ અને યુએસમાં પ્રવેશી છે, કારણ કે અમદાવાદનો ધોળકા પ્લાન્ટ USFDA(યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) એપ્રૂવ્ડ છે. 30 જેટલી નવી પ્રોડક્ટ્સ ડેવલપ કરી રહ્યાં છે, જેમાંથી 5થી 10 પ્રોડક્ટ્સ 2014ના બીજા ક્વાર્ટરમાં અમેરિકામાં રજૂ કરી હતી. કંપની અમેરિકા માટે કાર્ડિયો, ગેસ્ટ્રો અને એન્ટીઇન્ફેક્શન સેગમેન્ટ પર ફોકસ કરી રહી હતી. કંપની હાલમાં વાર્ષિક રૂ. 2,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે અને તે વાર્ષિક 30 ટકાના દરે વૃદ્ધિ કરી રહી છે.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here