વલસાડના ઉમરગામની બે મહિલાઓને પતિએ આપ્યા તલાક, ન્યાય માટે બંને મહિલાની પોકાર

0
96
DGUJ-VAL-OMC-LCL-valsad-umargam-two-husband-give-talk-to-muslim-woman-gujarati-news-5975352-NOR.html?ref=ht
DGUJ-VAL-OMC-LCL-valsad-umargam-two-husband-give-talk-to-muslim-woman-gujarati-news-5975352-NOR.html?ref=ht

વલસાડના ઉમરગામનાં સંજાણમાં 2 મુસ્લિમ મહિલાઓને તેમના પતિએ મસ્જિદમાં જમાતમાં કાગળ લખીને 3 તલાક આપી દીધા છે. મળતી માહિતી પ્રમાણે એક મહિલાને 7 મહિનાનો ગર્ભ છે અને તેના લગ્ન 10 મહિના પહેલાં જ થયા હતા. મહિલાની ઉંમર ફક્ત 21 વર્ષની છે. જ્યારે અન્ય મહિલાની ઉંમર ફક્ત 24 વર્ષ છે. એક સાથે બે મહિલાઓને તેમના પતિએ તલાક આપી દેતા મામલો ચર્ચામાં આવ્યો છે.

મહિલાએ પરિ પર લગાવ્યા આરોપ

21 વર્ષિય મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેના પતિનો સંબંધ પતિની બહેનની દીકરી સાથે ઘણા સમયથી છે અને તેમણે બંનેએ મહિલાને ઘણીવાર તલાકની ધમકી આપી હતી. મારા લગ્નને 10 મહિના જ થયા છે. મારા પતિનાં પરિવારે મને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી છે. 3 તલાક પર કાયદો બન્યો છે, તેનો અમલ થાય તો સારું. મારે ન્યાય જોઇએ છે.

મસ્જિદમાં જમાતમાં કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા

અન્ય એક મહિલાને પણ તેના પતિએ મસ્જિદમાં જમાતમાં કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા છે. જેનાથી તે અને તેનો પરિવાર ઘણો જ દુખી છે. આ મહિલા પણ આશરે 24 વર્ષની જ છે. બીજી મહિલાના પરિવારની પણ માંગ છે કે તેમને હાલ તલાકનો જે કાયદો થયો છે તે અંતર્ગત ન્યાય મળે.