અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૦ નવા કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૪૧,૮૪૫ છે. ગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. હાલમાં ૧૦,૪૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૨૮૨ છે. ડિસેમ્બરના ૨૭ દિવસમાં કોરોનાના ૩૨૦૬૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૯૩ના મૃત્યુ થયા છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૧૭૨-ગ્રામ્યમાંથી ૬ એમ નવા ૧૭૮ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૫૬,૯૬૬ છે. સુરત શહેરમાં ૧૨૬-ગ્રામ્યમાં ૩૨ એમ ૧૫૮ સાથે કુલ કેસનો આંક હવે ૪૮,૮૨૫ છે. વડોદરા શહેરમાં ૧૦૫-ગ્રામ્યમાં ૩૦ સાથે ૧૩૫, રાજકોટ શહેરમાં ૬૧-ગ્રામ્યમાં ૩૧ સાથે ૯૨ નવા કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૦ સાથે દાહોદ, ૨૬ સાથે ગાંધીનગર-કચ્છ, ૨૩ સાથે ભાવનગર, ૨૨ સાથે મહેસાણા, ૨૦ સાથે જામનગરનો સમાવેશ થાય છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૪, સુરતમાંથી ૨ અને વડોદરામાંથી ૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૨૩૭-સુરતમાં ૯૬૧ અને વડોદરામાં ૨૩૪ છે. કોરોનાથી મૃત્યુદર ૧.૭૭% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૮૩-રાજકોટમાંથી ૧૬૪-સુરતમાંથી ૧૬૦-વડોદરામાંથી ૫૬ એમ રાજ્યભરમાંથી ૯૨૦ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૨૭,૧૨૮ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૩.૯૧% છે. ગુજરાતમાં હાલ ૫,૦૧,૧૬૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૩,૦૭૫ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૯૪,૩૭,૧૦૫ થયો છે.