ભારતીય શેરબજારમાં વૈશ્વિક લિક્વિડિટીને કારણે પ્રત્યાઘાતી તેજી…!!

0
67

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૧૨.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૫૫૫૩.૯૬ સામે ૪૫૫૨૯.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૫૧૧૨.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૬૭.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૨.૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૬૦૦૬.૬૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૩૨૯.૭૫ સામે ૧૩૩૩૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૨૨૨.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૫.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૯.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૪૮૯.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન મળી આવતા આકરા લોકડાઉનની જાહેરાત અને અનેક દેશો સાથે ફલાઈટ કનેક્ટિવિટી ઠપ થઈ જતા સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંઘપાત્ર કડાકા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. અમેરિકાના બજારોની તેજીની અસર આજે એશિયાઈ બજારોમાં પણ જોવા મળી રહી છે. કોરોનાના સંક્રમણમાં ફરી વિશ્વના મોટા દેશોમાં વધારા સાથે ભારતમાં પણ કોરોનાની ચિંતા યથાવત રહી હોવા છતાં કોરોના વેક્સિન ડેવલપમેન્ટને પોઝિટીવ અહેવાલો અને હવે પરિસ્થિતિ આગામી વર્ષ ૨૦૨૧માં ઝડપી સ્થિર થવાના આશાવાદે આર્થિક ગતિવિધિ વધવાના અંદાજોએ ભારતમાં આર્થિક વિકાસની મોટી તકો હોઈ ભારતીય શેરબજારોમાં ફોરેન ફંડો ની સાથે સ્થાનિક ફંડો પણ આજે ખરીદદાર રહ્યા છે અલબત બજાર હવે ઓવરબોટ બની ચૂક્યું છે, ત્યારે અંગત સલાહ મુજબ દરેક ઉછાળે નફો બુક કરવો હિતાવહ બની રહેશે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં આઇટી, ટેક, યુટિલિટીઝ, ટેલિકોમ અને હેલ્થકેર શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે જ્યારે બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં પણ લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૨ અને વધનારની સંખ્યા ૧૫૬૯ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૪૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૦ની વસમી વિદાય થઈ રહી છે. કોઈએ આ વર્ષની આવી કલ્પના કરી ન હતી. કોરોનાએ સમગ્ર વિશ્વમાં અનેક પરિવર્તન લાવી દીધા છે. તેવી જ રીતે દલાલ સ્ટ્રીટમાં પણ અનેક આશ્ચર્ય સર્જ્યા છે. માર્ચ અગાઉ કોઈને ભયાનક કડાકાની અને નિફ્ટી ૭૫૦૦ની નજીક જશે તેવી કલ્પના પણ ન હતી. એ જ રીતે માર્ચ પછી વી-શેઈપ રિકવરીની પણ કોઈને કલ્પના ન હતી અને વર્ષના અંત સુધીમાં સેન્સેક્સ ૪૭૦૦૦ અને નિફ્ટી ૧૪૦૦૦ની નજીક પહોંચશે તેની કોઈને કલ્પના ન હતી. હવે ૨૦૨૧માં શું થશે તેના પર સાવચેતીપૂર્વકના વર્તારા થઈ રહ્યા છે. ફ્રાન્સના બ્રોકરેજ બીએનપી પારિબાએ કહ્યું છે કે હાલમાં તે ભારતીય માર્કેટ અંગે ઓવરવેઈટ છે અને છતાં તેના મતે ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં સેન્સેક્સ ૫૦૦૦૦નું સ્તર બતાવશે. બીએનપી પારિબાના જણાવ્યુ હતું કે વૈશ્વિક લિક્વિડિટીને કારણે ભારતીય શેરબજાર પ્રત્યાઘાતી તેજી નોંધાવી રહ્યું છે ત્યારે બીજી તરફ ઘણાં રોકાણકારો એવા છે જે અર્થતંત્રનું ઉજ્જવળ ભવિષ્ય હોવાનું કહીને લાંબા ગાળાનું રોકાણ કરી રહ્યા છે. આગામી કેલેન્ડર વર્ષમાં બજારનો મોટો આધાર કોરોનાની કારગત રસી પર રહેશે. કોર્પોરેટ્સની અર્નિંગ્સમાં કેટલો સુધારો આવે છે તે પણ મહત્વનું બની રહેશે.