અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી

0
12
બ્રિટેનથી આવેલા ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યા છે.યુકેથી અમદાવાદ આવેલ આ ચાર લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત હોવાથી SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બ્રિટેનથી આવેલા ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યા છે.યુકેથી અમદાવાદ આવેલ આ ચાર લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત હોવાથી SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ : ચોતરફ સમગ્ર વિશ્વ કોરોનાના નવા સ્ટ્રેનના ડરમાં નવું વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે ભારતમાં પણ બ્રિટનથી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના કેસ પકડાઈ રહ્યાં છે.નવા વર્ષના સારા સમાચાર ગઈકાલે મળી ગયા હતા કે ભારત સરકારે સ્વદેશી કોરોના રસીને મંજૂરી આપી છે પરંતુ, આજે પીએમ મોદીના માદરે વતન ગુજરાતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે.જી હાં, અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે.  બ્રિટેનથી આવેલા ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યા છે.યુકેથી અમદાવાદ આવેલ આ ચાર લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત હોવાથી SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પુણે વાયરોલોજીના રિપોર્ટમાં આજે ખુલાસો થયો છે કે આ ચારેય કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.મહત્વની વાત એ છે કે 23 તારીખે 175 યાત્રિકો લંડનથી આવ્યા હતા અને તેમાંથી આ મુસાફરોનો રીપોર્ટ કરતા તેઓ પોઝીટિવ મળી આવ્યા છે.આ 4 રીપોર્ટ બાદ હજુ 6 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે તેથી તંત્ર ફરી સાબદું બન્યું છે.