ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાનો આજથી પ્રારંભ

0
15
યુનિવર્સિટી દ્વારા સમર સેમેસ્ટર પરીક્ષાઓ બાદ શિયાળુ સત્રની પરીક્ષાઓ પણ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે લેવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત 29મીથી પ્રથમ તબક્કાની અને 7 જાન્યુઆરીથી બીજા તબક્કાની પરીક્ષાઓ લેવાશે.
યુનિવર્સિટી દ્વારા સમર સેમેસ્ટર પરીક્ષાઓ બાદ શિયાળુ સત્રની પરીક્ષાઓ પણ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે લેવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત 29મીથી પ્રથમ તબક્કાની અને 7 જાન્યુઆરીથી બીજા તબક્કાની પરીક્ષાઓ લેવાશે.

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. યુજી-પીજીના વિવિધ સેમેસ્ટરની શિયાળુ સત્રની પરીક્ષાઓ અંતર્ગત આજથી ઓફલાઈન પરીક્ષા શરૂ થનાર છે જ્યારે ઓનલાઈન મોડમાં પરીક્ષા કયારે લેવાશે તે હજુ નક્કી નથી અને કઈ રીતે લેવાશે તે પણ નક્કી નથી. યુનિવર્સિટી દ્વારા સમર સેમેસ્ટર પરીક્ષાઓ બાદ શિયાળુ સત્રની પરીક્ષાઓ પણ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે લેવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત 29મીથી પ્રથમ તબક્કાની અને 7 જાન્યુઆરીથી બીજા તબક્કાની પરીક્ષાઓ લેવાશે.B.A,B.COM-BBA,BCA તથા M.A, M.COM અને BSC સેમેસ્ટર -5ની આજથી પરીક્ષાઓ શરૂ થશે આ ઉપરાંત ઈન્ટિગ્રેટેડ લૉની પણ પરીક્ષા લેવાશે.બીજા તબક્કામાં UG-PGના સેમેસ્ટર-3ની પરીક્ષાઓ લેવાશે. પ્રથમ તબક્કામાં 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને કોરોનાને પગલે યુનિ.દ્વારા અમદાવાદ સહિતના તમામ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ગોઠવવામા આવ્યા છે અને વિદ્યાર્થીને પોતાના જીલ્લામાં જ સેન્ટર આપવામા આવ્યુ છે.જેથી અમદાવાદ સુધી ન આવવુ પડે. 120થી વધુ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. બે સેશનમાં લેવાનારી પરીક્ષામાં સવારે 10થી12 અને બપોરે 3થી5 દરમિયાન 50 માર્ક્સની પરીક્ષા લેવાશે.બે તબક્કામાં કુલ મળીને 32 જેટલા કોર્સની પરીક્ષા લેવાશે.ઓફલાઈન પરીક્ષાઓ તો રેગ્યુલર લેવાઈ જશે પરંતુ ઓનલાઈન પરીક્ષા ક્યારે થશે તે નક્કી નથી.યુનિ.દ્વારા ઓનલાઈન પરીક્ષા માટેના ઓપ્શનનું રજિસ્ટ્રેશન કરી દેવાયુ છે અને 28 હજાર વિદ્યાર્થીએ ઓનલાઈન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કર્યુ છે. ઓનલાઈન પરીક્ષા ક્યારે અને કઈ રીતે લેવાશે તે નક્કી નથી. યુનિ.એ ઓનલાઈન પરીક્ષા પણ તબક્કાવાર લેવી પડશે. ઓફલાઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ જ ઓનલાઈન પરીક્ષા લેવાય તેવી શક્યતા છે.જેથી ઓનલાઈન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને તૈયારીનો વધુ સમય મળશે.