ચાંદોદ : રાજ્ય સરકારે ગુજરાતને વધુ સલામત બનાવવા વિવિધ કાયદાઓ મજબૂત કર્યા છે. પોલીસ વિભાગનું સુદ્રઢીકરણ કરવામાં આવ્યું છે.
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ચાંદોદ ખાતેથી 19 કરોડ 51 લાખ રૂપિયાના ખર્ચે પોલીસ વિભાગના વિવિધ કામોનું ગઈકાલે લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું.
ગુજરાતને કરફ્યુ મુક્ત કરવામાં પોલીસની કામગીરી મહત્વની છે .એવી જ રીતે લોકડાઉન દરમ્યાન વિરષ્ઠ નાગરિકોને ભોજન તથા પરપ્રાંતીય શ્રમિકોને વતનમાં પહોંચાડવામાં પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી છે.સલામતી મજબૂત બનાવવા રાજ્ય સરકારે ગુંડા નાબૂદી ધારો પાસા ધારો તથા લેન્ડ ગ્રેબીંગ ધારામાં સુધારો કરી તેમને વધુ મજબૂત બનાવ્યા તેની વિગતો ગૃહરાજ્ય મંત્રી આપી હતી ગૃહરાજ્ય મંત્રી શ્રી જાડેજાએ નૂતન ચાંદોદ પોલીસ મથક પોલીસ આવાસ ડેસરમાં બંધાયેલા પોલીસ આવાસોનું લોકાર્પણ તથા વડોદરા તાલુકામાં ભાયલી પોલીસ મથકનું ખાતમુહૂર્ત સહિત 19 કરોડ 51 રૂપિયાના ખર્ચના કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું.