Thursday, August 27, 2026
HomeGujaratવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતને એક વધુ ભેટ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતને એક વધુ ભેટ

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

ગાંધીનગર
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ૮ ટ્રેનોને વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અન્ય કેટલાંક પ્રોજેકટસનું પણ આ પ્રસંગે ઉદ્ઘાટન કરાશે.આ પ્રસંગે કેવડિયા ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રીશ્રી પીયૂષ ગોયલ પણ જોડાશે. વડાપ્રધાનશ્રી દ્વારા ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ- કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર- કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.આ પ્રોજેક્ટસના નિર્માણ થકી નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે; જેના પરિણામે નજીકના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ આ ટ્રેનો જોડશે જેના લીધે આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસ માટે પ્રેરક બની રેહશે અને સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પર્યટનમાં પણ વધારો થશે.

વડાપ્રધાનશ્રી દ્વારા ઈ-પ્રસ્થાન કરાવવામાં આવનારી ૮ ટ્રેનોની વિગતો આ મુજબ છે
૧. ટ્રેન નં- ૦૯૧૦૩/૦૪- કેવડિયા થી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)
૨. ટ્રેન નં- ૦૨૯૨૭/૨૮- દાદર થી કેવડિયા – દાદર- કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
૩. ટ્રેન નં- ૦૯૨૪૭/૪૮- અમદાવાદ થી કેવડિયા – જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
૪. ટ્રેન નં- ૦૯૧૪૫/૪૬- કેવડિયા થી હઝરત નિઝામુદ્દીન- નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક).
૫. ટ્રેન નં- ૦૯૧૦૫/૦૬- કેવડિયા થી રીવા- કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
૬. ટ્રેન નં- ૦૯૧૧૯/૨૦- ચેન્નઈ થી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
૭. ટ્રેન નં- ૦૯૧૦૭/૦૮- પ્રતાપનગર થી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક)
૮. ટ્રેન નં- ૦૯૧૦૯/૧૦- કેવડિયા થી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)

જનશતાબ્દી એક્સપ્રેસમાં નવીનતમ “વિસ્ટા-ડોમ ટૂરિસ્ટ કોચ” બનાવવામાં આવ્યો છે, જેમાં બેસીને પર્યટકો પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનો નયનરમ્ય નજારો માણી શકશે.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here